Home Bibles ચર્મિયા 1:9 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 1:9 · ગુજરાતી બાઇબલ

પછી યહોવાએ પોતાનો હાથ લંબાવીને મારા મોંને સ્પર્શ કર્યો અને મને કહ્યું,“જો મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે!

Cross references

નિર્ગમન 4:11

ત્યારે યહોવાઓ તેને કહ્યું, “માંણસને મોઢું કોણે આપ્યું છે? અને તેને મૂંગો કે બહેરો કોણ બનાવે છે? અને માંણસને નજરે દેખતો કે આંધળો કોણ બનાવે છે? એ હું છું યહોવા, જે આ વધું જ કરી શકું છું. હું યહોવા છું.

નિર્ગમન 4:15

તે તમાંરી સાથે ફારુનને ધેર આવશે. તારે શું કહેવાનું છે તે હું તને કહીશ, તે તું તેને કહેજે. હું તમને બંનને તમાંરે શું કરવાનું છે તેનો આદેશ આપીશ.

પુનર્નિયમ 18:16

કારણ કે તમે આ જ માંગણી હોરેબ પર્વત આગળ દેવ પાસે કરી હતી. ત્યાં પર્વતની તળેટી આગળ તમે માંગ્યું હતું કે, ‘તમાંરે દેવનો આવો ભયજનક અવાજ ફરી ન સાંભળવો પડે અથવા પર્વત પર ભયજનક અગ્નિ જોવો ન પડે, રખેને તમે મૃત્યુ પામો.’

પુનર્નિયમ 18:17

“યહોવાએ મને કહ્યું, ‘તેઓ માંગે છે તે સારૂં છે. તેઓએ જે વિનંતી કરી છે તે પ્રમાંણે હું કરીશ.

પુનર્નિયમ 18:18

હું તેઓમાંથી તારા જેવા એક ઇસ્રાએલી પ્રબોધકને પેદા કરીશ. શું બોલવું તે હું તેને જણાવીશ અને તે માંરા વતી લોકોની સાથે વાત કરશે;

યશાયા 6:6

પછી એક સરાફ દેવદૂત, વેદીમાંથી બળતો અંગારો લઇને સાણસીમાં પકડીને, મારી પાસે ઊડતો ઊડતો આવ્યો.

યશાયા 49:2

તેમણે મારી વાણીને મર્મભેદી તરવાર બનાવી, અને મને પોતાના હાથની છાયામાં છુપાવી દીધો. તેણે મને તીક્ષ્ણ બાણ બનાવી અને ભાથામાં સંતાડી દીધો.

યશાયા 50:4

યહોવા મારા દેવે મને શું કહેવું તે શીખવીને મોકલ્યો છે, તેથી હું થાકેલાને ઉત્સાહના વેણ કહી શકું. પ્રતિ પ્રભાતે તે મને ઊંઘમાંથી ઊઠાડે છે અને તેમની ઇચ્છાને સમજવાનું સાર્મથ્ય મને આપે છે.

યશાયા 51:16

મેં આકાશને વિસ્તાર્યું છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે અને સિયોનના લોકોને કહ્યું છે કે, તમે મારી પ્રજા છો. મેં તમારા મોઢામાં મારી વાણી મૂકી છે અને મારા બાહુની છાયામાં તમને આશ્રય આપ્યો છે.”

યશાયા 59:21

યહોવા કહે છે કે, “આ મારો તમારી સાથેનો કરાર છે; મેં મારો આત્મા જે તારા પર છે, ને મારાં વચનો જે તારા મુખમાં મૂક્યાં છે તે તારા મુખમાંથી તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનનાં મુખમાંથી હમણાંથી તે સર્વકાળપર્યંત અલોપ થનાર નથી.”

ચર્મિયા 5:14

એથી સૈન્યોનો દેવ યહોવા તેમના પ્રબોધકોને કહે છે: “તમારી આ પ્રકારની વાતોને કારણે હું તમારા શબ્દોને અને ભવિષ્યવાણીને પ્રચંડ અગ્નિમાં ફેરવી નાખીશ અને બળતણના લાકડાની જેમ આ લોકોને હું ભસ્મ કરીશ.”

ચર્મિયા 15:19

યહોવાએ પ્રત્યુત્તર આપ્યો, “જો તું મારી પાસે પાછો આવીશ તો હું તને મારી સેવામાં પાછો રાખીશ. તું જે કહે તે નિરર્થક નહોતાં, યથાયોગ્ય હોય તો હું તને મારાવતી બોલનારો બનાવીશ. લોકો વળીને તારી પાસે આવવા જોઇએ, પણ તારે તેમની પાસે જવાનું નથી.

ચર્મિયા 34:6

તેથી પ્રબોધક યમિર્યાએ આ બધું શબ્દે શબ્દ યહૂદિયાના રાજા સિદકિયાને કહી સંભળાવ્યું.

યર્મિયાનો વિલાપ 3:10

પછી દેવે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું તને જે કહું તે ધ્યાનથી સાંભળ અને બરાબર યાદ રાખી લે.

દારિયેલ 10:16

પછી અચાનક કોઇક જે માણસ જેવો લાગતો હતો, તેણે મારા હોઠને સ્પર્શ કર્યો એટલે મેં બોલવા માટે મોઢું ખોલ્યું અને જે મારી સામે ઊભો હતો તેને ઉદ્દેશીને કહ્યું, ‘હે મારા માલિક, આ સંદર્શનને કારણે મને ખૂબ વેદના થાય છે. મારામાં કશી શકિત રહી નથી.

માથ્થી 10:19

જ્યારે તમને પકડવામાં આવે તો તમારે શું કહેવું અને કેવી રીતે કહેવું તેની ચિંતા કરશો નહિ. યોગ્ય ઉત્તર આપવાના શબ્દો તમને તે વખતે જ આપવામાં આવશે.

લૂક 12:12

તે વખતે પવિત્ર આત્મા તમારે શું કહેવું જોઈએ તે શીખવશે.”

લૂક 21:15

તમારો કોઈ પણ દુશ્મન ઉત્તર ન આપી શકે તેવુ કહેવા માટે બુદ્ધિ હું તમને આપીશ.

Interlinear

Choose Theme