Home Bibles યશાયા 9:21 · ગુજરાતી બાઇબલ
યશાયા 9:21 · ગુજરાતી બાઇબલ

મનાશ્શાના વંશજો અને એફ્રાઇમના વંશજો એક બીજાને બચકાં ભરે છે અને બંને ભેગા થઇને યહૂદાને ખાવા ધાય છે, આને લીધે યહોવાનો રોષ ઓછો થયો નથી અને તેનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે.

Cross references

ન્યાયાધીશો 7:2

યહોવાએ ગિદિયોનને કહ્યું, “તારી પાસે લશ્કરમાં ઘણા બધાં સૈનિકો છે એટલી મોટી સંખ્યામાં કે હું તેમને મિદ્યાનીઓ સામે યુદ્ધમાં મોકલવા ચાહતો નથી, કારણ કે તેઓ કદાચ બડાશ માંરીને કહે કે, તેઓ પોતાના શોર્યથી જીત્યા છે. નહિ કે યહોવાની શક્તિથી.

1 શમુએલ 14:20

પછી શાઉલ અને તેના માંણસો રણભૂમિમાં જતા રહ્યા. પલિસ્તી સૈનિકો ભારે અંધાધૂધીમાં હતા અને એકબીજા ઉપર તરવાર ચલાવી રહ્યંા હતા.

2 રાજઓ 15:30

યહૂદાના રાજા ઉઝિઝયાના પુત્ર યોથામના શાસનના વીસમે વષેર્ એલાહના પુત્ર હોશિયાએ રમાલ્યાના પુત્ર પેકાહ વિરૂદ્ધ કાવત્રું કરી, તેને મારી નાખ્યો અને પોતે રાજા બન્યો.

2 કાળવ્રત્તાંત 28:6

ઇસ્રાએલનો રાજા પેકાહ જે રમાલ્યાનો પુત્ર હતો. તેણે એક જ દિવસમાં 1,20,000 શૂરવીર યોદ્ધાઓને કાપી નાખ્યા. કારણકે તેમણે તેમના પિતૃઓના દેવ યહોવાની અવજ્ઞા કરી હતી.

યશાયા 5:25

માટે યહોવા પોતાના લોકો ઉપર ખૂબ ગુસ્સે થયા છે; અને તેઓને કચડી નાખવા માટે તેમણે પોતાનો હાથ લંબાવ્યો છે. ટેકરીઓ ૂજશે, અને તેના લોકોના મડદાં શેરીઓમાં કચરાની જેમ ફેંકી દેવામાં આવશે. તેમ છતાં તેમનો ક્રોધ શાંત થયો નથી; હજી તેમના લોકો પર તેમનો હાથ ઉગામેલો જ છે.

યશાયા 9:12

પૂર્વમાંથી અરામીઓ અને પશ્રિમમાંથી પલિસ્તીઓ ઇસ્રાએલને એક જ કોળિયામાં મુખ પહોળું કરીને ગળી જશે. આ બધું થવા છતાં યહોવાનો રોષ ઊતર્યો નથી. અને તેમનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે.

યશાયા 9:17

આથી પ્રભુ તેમના યુવાનો પ્રત્યે રાજી થશે નહિ. તેમજ અનાથો અને વિધવાઓ પ્રત્યે જરાયે સહાનુભૂતિ દાખવશે નહિ. બધાજ દુરાચારીઓ છે, દેવને શું જોઇએ છે તે જાણવાની કોઇને કાળજી નથી, એકે એક વ્યકિત અનિષ્ઠ વસ્તુઓ બોલે છે, આ બધાને લીધે યહોવાનો ગુસ્સો ઓછો નથી થયો અને તેમનો બાહુ હજી પણ ઉગામેલો જ છે.

યશાયા 10:4

યુદ્ધમાં કપાઇને પડ્યા વગર કે કેદ પકડાઇ નીચી મૂંડીએ ઘસડાયા વિના તમારો છૂટકો જ નથી. તમારા કમોર્ને લીધે યહોવાનો રોષ નહિ ઉતરે. તેનો હાથ હજી ઉગામેલો જ રહેશે.

યશાયા 11:13

ન તો ઇસ્રાએલ યહૂદાની ઇર્ષ્યા કરશે કે, ન તો યહૂદા ઇસ્રાએલનું દુશ્મન રહેશે.

ચર્મિયા 4:8

માટે શોકનાં વસ્ત્રો ધારણ કરો, છાતી કૂટો અને વિલાપ કરો, કારણ, યહોવાનો ઉગ્ર ક્રોધ હજુ શાંત પડ્યો નથી.”

માથ્થી 24:10

આ સમયે ઘણા લોકોનો વિશ્વાસ ડગી જશે. એકબીજાની સામે થઈ જશે અને એકબીજાનો તિરસ્કાર કરશે.

ગલાતીઓને પત્ર 5:15

તમે એક બીજાને નુકસાન પહોંચાડવાનું અને એકબીજાને તોડી પાડવાનું ચાલુ રાખો છો; સાવધ રહો! તમે એકબીજાનો સંપૂર્ણ નાશ કરશો.

Interlinear

Choose Theme