Home Bibles યશાયા 7:20 · ગુજરાતી બાઇબલ
યશાયા 7:20 · ગુજરાતી બાઇબલ

તે દિવસે યહોવા નદીને સામે કાંઠેથી ભાડે લાવેલા અસ્ત્રા વડે તમારું માથું અને પગોના મૂંડી નાખશે, અને તમારી દાઢી પણ છોલી નાખશે.

Cross references

2 રાજઓ 16:7

પછી આહાઝે આશ્શૂરના રાજા તિગ્લાથ પિલેસેરને સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે, “હું તથા આપના પુત્ર બરાબર છીએ. અને આપનો સેવક છું, આવો, અને ઇસ્રાએલના રાજાઓ અને અરામીઓ સામે લડવામાં મારી મદદ કરો.”

2 રાજઓ 18:13

હિઝિક્યાના અમલના 4માં વષેર્ આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદાનાં બધાં કિલ્લેબંદી નગરો પર ચડાઈ કરીને તે કબજે કરી લીધાં.

2 કાળવ્રત્તાંત 28:20

આશ્શૂરનો રાજા તિલ્ગાથ-પિલ્નેસેર આવ્યો ખરો પણ તેને મદદ કરવાને બદલે તેણે તેને ઘેરો ઘાલ્યો.

યશાયા 1:5

દેવ કહે છે, “હે મારા લોકો, શું હજુ તમારે વધારે માર ખાવો છે? તે આમ બળવા ઉપર બળવો કર્યા કરો છો? તમારું માથું રોગિષ્ઠ છે અને તમારાં હૃદય અને મન અશુદ્ધ છે.

યશાયા 8:7

તેથી હું યહોવા યહૂદા પર ફ્રાત નદીના ધસમસતાં અને વેગીલા જળપ્રવાહને લઇને આવીશ, હું આશ્શૂરના રાજા તથા તેના સમગ્ર બળવાન સૈન્ય સાથે આવીશ. જળપ્રવાહ ઉભરાઇ જશે અને સમગ્ર તટ પ્રદેશને સપાટામાં લઇ લેશે.

યશાયા 9:13

આમ છતાં એ લોકો પોતાને ઘા કરનાર સૈન્યોના દેવ પાસે પાછા આવ્યાં નથી કે તેનું શરણું તેમણે સ્વીકાર્યુ નથી.

યશાયા 9:14

આથી યહોવા એક દિવસે ઇસ્રાએલનું માથું, પૂંછડી, નાડ અને બરૂ કાપી નાખશે.

યશાયા 10:5

પ્રભુએ કહ્યું, “આશ્શૂર તો મારા ગુસ્સાનો દંડૂકો છે, તેના હાથમાં મારા ગુસ્સાની લાઠી છે!

યશાયા 10:15

શું કુહાડી તેના વાપરનાર આગળ બડાશ હાંકશે? શું કરવત તેના ખેંચનાર આગળ શેખી મારશે? એ તો લાઠી તેના ઘૂમાવનારને ઘૂમાવે અથવા છડી જે લાકડું નથી એવા માણસને ઉપાડે એના જેવી વાત છે!

યશાયા 11:15

યહોવા મિસરના રાતા સમુદ્રમાંથી રસ્તો કરશે; અને ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવીને પ્રચંડ પવનને મોકલશે અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે જેથી તે સહેલાઇથી ઓળંગી શકાય.

યશાયા 24:1

જુઓ! યહોવા પૃથ્વીનો નાશ કરી નાખશે; તે તેનો વિનાશ કરીને તેને રસકસ વગરની બનાવશે. તે પૃથ્વીના પડને ઉપરતળે કરી નાખે છે અને તેના પર વસતા સર્વજનને વેરવિખેર કરી નાખે છે.

યશાયા 36:1

હિઝિક્યા રાજાની કારકિદીર્ના અમલના ચૌદમા વષેર્ આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદાનાં બધાં કિલ્લેબંદી નગરો ઉપર ચઢાઇ કરીને તે કબ્જે કરી લીધાં.

ચર્મિયા 27:6

તેથી હવે તમારા સર્વ દેશો મેં બાબિલના રાજા, મારા સેવક, નબૂખાદનેસ્સારને સોંપ્યા છે. વળી જંગલી પશુઓ પણ તેની સેવા કરે તેવું મેં ઠરાવ્યું છે.

યર્મિયાનો વિલાપ 5:1

“હે મનુષ્યના પુત્ર, હજામના અસ્ત્રા જેવી ધારદાર તરવાર લઇ તારુ માથું અને દાઢી મૂંડી નાખ. પછી ત્રાજવા લઇને તેં ઉતારેલા વાળના ત્રણ સરખા ભાગ કર.

યર્મિયાનો વિલાપ 29:18

“હે મનુષ્યના પુત્ર, બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તૂર ઉપર હુમલો કર્યો, તેના સૈનિકોએ એટલી સખત મહેનત કરી કે તેમના વાળ ખરી પડ્યા અને તેમના ખભા છોલાઇ ગયા તેમ છતાં તેને કે તેના સૈન્યને પોતાની મહેનતનું કશું વળતર ન મળ્યું.”

યર્મિયાનો વિલાપ 29:20

તૂર સામે એણે કરેલી મહેનતના બદલામાં હું તેને મિસરની ભૂમિ આપી દઉં છું, કારણ, તેની સેના મારે માટે કામ કરતી હતી.” આ યહોવા મારા માલિક બોલ્યા છે.

Interlinear

Choose Theme