“તે દિવસે યહોવા મિસરની નદીની દૂરની શાખાઓમાંથી સીટી મારીને માખીઓને અને આશ્શૂરમાંથી મધમાખીઓને બોલાવશે.
Cross references
જો તું માંરા લોકોને નહિ જવા દે તો તારા ઘરમાં, તારા ઉપર, તથા તારા અમલદારો ઉપર તથા તારી પ્રજા ઉપર, ઘરોમાં માંખીઓ મોકલીશ. અને મિસરના લોકોનાં ઘરો માંખીઓથી ભરાઈ જશે; અને માંખીઓ આખી જમીન પર પણ હશે.
અને પછી યહોવાએ એ પ્રમાંણે કર્યું. તેમના કહ્યા પ્રમાંણે ફારુનના મહેલમાં, અને તેના અમલદારોના ઘરોમાં તથા આખા મિસર દેશમાં માંખીઓનાં મોટાં મોટાં ઝુંડ ધસી આવ્યાં અને સમગ્ર દેશ માંખીઓથી પાયમાંલ થઈ રહ્યો હતો.
પરંતુ ત્યાં પર્વતોમાં વસતા અમોરીઓ તમાંરો સામનો કરવા બહાર નીકળી આવ્યા અને મધમાંખીઓ જેમ તમાંરો પીછો પકડી સેઇરમાં આવેલા હોર્માંહ આગળ તમાંરી સેનાને ભયંકર નુકસાન પહોચાડ્યું અને હાર આપી.
“જે લોકો તમાંરાથી સંતાઈ ગયા હશે અને ભાગી ગયા હશે તેઓ વિરુદ્ધ યહોવા તમાંરા દેવ ભમરાં મોકલશે.
અને મે તમાંરી આગળ હોર્નેટ મોકલ્યાં તેથી હોર્નેટ બે અમોરી રાજાઓ અને તેમનાં લોકોને હાંકી કાઢયાં. આ વિજય તમાંરી તરવાર અથવા ધનુષ અને તીરથી નહોતો મેળવ્યો.
ફારુન નકોહે તેને યરૂશાલેમ કબજે કરતો અટકાવવા માટે હમાથમાં કેદ પકડયો અને પછી તેણે દેશ પર 7,500 પાઉંડ ચાંદી અને 75 પાઉંડ સોનાનો કર નાખ્યો.
યહોવાએ આદેશ આપ્યો, અને જૂ’ઓ મિસરમાં એક છેડાથી બીજા છેડા સુધી ફેલાઇ ગઇ.
તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો; પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે. હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.
આથી યહોવા દૂરથી લોકોને નિશાની કરે છે, પૃથ્વીને છેડેથી તેમને સૌને બોલાવવા માટે તે સીટી વગાડે છે અને જુઓ, તેઓ વેગથી સત્વરે આવી રહ્યા છે!
“એફ્રાઇમ યહૂદાથી જુદો પડ્યો ત્યાર પછી આવ્યા નહોતા એવા દિવસો યહોવા તારા પર, તારી પ્રજા પર તથા તારા બાપના કુટુંબ પર લાવશે. તે આશ્શૂરના રાજાને બોલાવી લાવશે.
યહોવા અને તેના ક્રોધનો અમલ કરનારા યોદ્ધાઓ દૂર દૂરના દેશમાંથી, ક્ષિતિજને પેલે પારથી સમગ્ર દેશનો નાશ કરવા આવી રહ્યા છે.”
યહોવા કહે છે કે, “બંડ કરનારા મારા બાળકોને અફસોસ! તેઓ યોજનાઓ ઘડે છે છતાં તે મારી યોજના નથી; તેઓ સંધિઓ કરે છે પણ તે મારા માન્ય કરેલી નથી. તેઓ પાપ ઉપર પાપ ઉમેરવા સારુ પેયાર્પણ રેડે છે, પણ તેઓ મારા આત્માને અનુસરતા નથી;
તેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે, ને ઘોડાઓ પર આધાર રાખે છે; અને રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે, ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે; પણ તેઓ યહોવા પર, ઇસ્રાએલના પરમપવિત્ર દેવ તરફ તેઓ ષ્ટિ કરતા નથી, કે તેની મદદ માંગતા નથી,