Home Bibles યશાયા 63:19 · ગુજરાતી બાઇબલ
યશાયા 63:19 · ગુજરાતી બાઇબલ

અમારા પર તું રાજ્ય ન કરતો હોય તે રીતે, અમે તારી પ્રજા ન હોઇએ તે રીતે, અમે ઘણો સમય વિતાવ્યો!

Cross references

પુનર્નિયમ 28:10

તેથી પૃથ્વી પરના બધા લોકો તમે યહોવાની પ્રજા છો એ જાણીને તમાંરાથી ગભરાતા રહેશે.

ન્યાયાધીશો 5:4

હે યહોવા, તમે સેઈરમાંથી બહાર આવ્યા, તમે અદોમના પ્રદેશમાંથી નીકળ્યા, અને તે સમયે ધરતી ધ્રૂજતી હતી, આકાશ કંપતું હતું, અને વાદળાં પાણી રેડી રહ્યાં હતાં.

ન્યાયાધીશો 5:5

સિનાઈના દેવ, યહોવાની સામે, ઈસ્રાએલના દેવ યહોવાની સામે પર્વતો પણ થરથરી ગયા.

2 શમએલ 22:10

દેવ આકાશ ફાડીને નીચે ઉતરી આવ્યંા, અને તે અંધકારમય ગાઢવાદળ પર ઉભા રહ્યાં.

ગીતશાસ્ત્ર 18:10

તેકરૂબ પર ચડીને ઊડતા હતાં. અને તેઓ પવનમાં ઉંચે ઊડતા હતાં.

ગીતશાસ્ત્ર 79:6

તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો, જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી .

ગીતશાસ્ત્ર 135:4

યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે; ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે.

યશાયા 65:1

યહોવા કહે છે; “પહેલા કદી મારા વિષે જાણવાની કાળજી કરી નહોતી એવા લોકો હવે મને શોધી રહ્યા છે. પહેલા કદી મને તેઓ શોધતા નહોતા, છતાં હું તેમને મળવા તૈયાર હતો. એ પ્રજા મને નામ દઇને પોકારતી નહોતી છતાં મેં તેમને કહ્યું કે, ‘આ રહ્યો હું. આ રહ્યો હું.’

ચર્મિયા 10:25

તમારો રોષ તમે બીજી પ્રજાઓ પર ઉતારો, જે લોકો તમને માનતા નથી, તમારું નામ લેતાં નથી. કારણ, તેઓ યાકૂબના કુટુંબોને ખાઇ ગયા છે, તેમણે તેમનો અંત આણ્યો છે, અને તેમના દેશને વેરાન બનાવી દીધો છે.

ચર્મિયા 14:9

તમે પણ શું મૂંઝવણમાં છો? અમારો બચાવ કરવા શું તમે નિ:સહાય છો? હે યહોવા, તમે અહીં અમારી મધ્યે છો અને અમે તમારું નામ ધારણ કરીએ છીએ; અમે તમારા લોક છીએ. હે યહોવા, હવે અમારો ત્યાગ કરશો નહિ!”

દારિયેલ 9:18

હે મારા દેવ, મારી અરજ તમારા કાને ધરો, ને સાંભળો અને આંખ ઉઘાડીને અમારી તારાજી ઉપર નજર કરો. અને તમારા નામે ઓળખાતી નગરી તરફ જુઓ, કારણ, અમે અમારા પુણ્યને બળે નહિ પણ તમારી અપાર કરુણાને બળે તમને વિનવણી કરીએ છીએ.

દારિયેલ 9:19

હે યહોવા, સાંભળો, હે યહોવા, ક્ષમા કરો, હે યહોવા, મારું સાંભળો અને કઇંક કરો. તમારા પોતાને માટે હે મારા દેવ, કારણકે તમારા લોકો અને તમારું નગર તમારા નામે ઓળખાય છે.”

આમોસ 9:12

હું તેમ કરીશ જેથી ઇસ્રાએલના લોકો અદોમના બાકી રહેલા પ્રાંતો અને બીજા બધા દેશો જે પહેલાં મારા હતા તેને શાસનમાં લઇ શકે. આ સર્વનો કરનાર હું યહોવા બોલું છું.”

પ્રેરિતોનાં ક્રત્યો 14:16

“ભૂતકાળમાં દેવે પ્રત્યેક રાષ્ટ્રોને તેઓની ઈચ્છા પ્રમાણે કરવા દીધું હતું.

પ્રેરિતોનાં ક્રત્યો 15:17

પછી બીજા બધા બાકીના લોકો પ્રભુને શોધશે. બધા જ બિનયહૂદિ લોકો પણ મારા લોકો છે. પ્રભુએ આ કહ્યુ છે. અને પ્રભુ જે આ બધું કરે છે તે આ એક કહે છે.

રોમનોને પત્ર 9:4

કારણ કે તેઓ તો ઈઝરાએલના લોકો છે. એ યહૂદિઓ તો ખાસ પસંદગી પામેલાં બાળકો છે. દેવે જે માનવો સાથે કરારો કર્યા છે એવા એ યહૂદિઓને દેવનો મહિમા પ્રાપ્ત થયેલો છે. દેવે મૂસાનું નિયમશાસ્ત્ર તેઓને આપીને ભક્તિની સાચી પધ્ધત્તિ બતાવી હતી. અને દેવે એ યહૂદિઓને માટે વચન પણ આપ્યું હતું.

એફેસીઓને પત્ર 2:12

યાદ રાખજો કે ભૂતકાળમાં તમે ખ્રિસ્ત વિહીન હતા. તમે ઈસ્રાએલનાનાગરિક નહોતા. અને દેવે લોકોને જે વચન આપ્યું હતું, તેની સાથે તમે કરારબદ્ધ નહોતા. તમે દેવને ઓળખતા નહોતા અને તમારી પાસે કોઈ આશા નહોતી.

Interlinear

Choose Theme