Home Bibles ☰ Books યશાયા 59:14 · ગુજરાતી બાઇબલ
યશાયા 59:14 · ગુજરાતી બાઇબલ

અમે ન્યાયને પાછો કાઢીએ છીએ અને ધર્મને આઘો રાખીએ છીએ. ન્યાયીપણું નગરનાં ચોકમાં ઠોકર ખાય છે, અને પ્રામાણિકતાને પ્રવેશવા દેવામાં આવતી નથી.

Cross references

1 રાજઓ 21:10

સભાની આગળમાં બે બદમાંશોને પણ બેસાડો અને તેમની પાસે કહેવડાવો કે “નાબોથે યહોવાને અને રાજાને શ્રાપ આપ્યો છે. તો તેને બહાર લઇ જાવ અને તેના પર પથ્થરો ફેંકીને તેને માંરી નાખો.”

1 રાજઓ 21:11

વડીલો અને આગેવાનોએ તથા જાણીતા માંણસોએ ઇઝેબેલે, પત્રમાં લખી મોકલેલા હુકમ પ્રમાંણે કર્યુ.

ગીતશાસ્ત્ર 82:2

દેવ કહે છે, “તમે ક્યાં સુધી ખોટો ન્યાય કરવાનું ચાલુ રાખશો? ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?”

ગીતશાસ્ત્ર 119:150

તમારા નિયમનો ભંગ કરનારા અને દુષ્ટ પ્રપંચ ઘડનારા મારા પર હુમલો કરવા આવી રહ્યાં છે.

સભાશિક્ષક 3:16

વળી મેં આ દુનિયામાં જોયું કે સદાચારની જગાએ અનિષ્ટ હતું; અને ન્યાયની જગ્યાએ અનિષ્ટ હતું.

યશાયા 1:21

“જે નગર દેવને વફાદાર હતું અને સંપૂર્ણ ન્યાયથી વર્તતુ હતું. તે આજે કેવું ષ્ટ બની ગયું છે! ત્યાં ધર્મનિષ્ઠાનો વાસ હતો, પણ આજે તો ત્યાં ખૂનીઓ વસે છે.

યશાયા 5:23

તે લોકો લાંચ લઇને ગુનેગારને નિદોર્ષ ઠરાવે છે અને નિદોર્ષને ગુનેગાર ઠરાવે છે.

યશાયા 10:1

જેઓ અન્યાયી કાયદા ઘડે છે અને અન્યાયી ચુકાદાઓ લખે છે;

યશાયા 59:4

અદાલતમાં સાચી ફરિયાદ કરવાં કોઇ જતું નથી. સૌ પોકળ દલીલો પર આશા બાંધે છે, ને સૌ કોઇ જૂઠાણું ચલાવે છે. દુષ્ટ મનસૂબા ઘડે છે અને અધર્મ આચરે છે.

ચર્મિયા 5:27

જેમ પાંજરું પક્ષીઓથી ભરાયેલું હોય છે, તેઓનાં ઘરો વિશ્વાસઘાતથી ભરેલાં છે. પરિણામે તેઓ મહાન અને શ્રીમંત થઇ ગયા.

ચર્મિયા 5:31

પ્રબોધકો જૂઠી વાણી ઉચ્ચારે છે, યાજકો મનમાની સત્તા ચલાવે છે; અને મારા લોકોને એ ગમે છે; પણ અંત આવશે ત્યારે તેઓ શું કરશે?”

હોશિયા 7:1

યહોવા કહે છે, “હું જ્યારે ઇસ્રાએલનાં ઘા ને મટાડવા ઇચ્છતો હતો, ત્યારે સમરૂનનાં દુષ્ટ કૃત્યો પ્રગટ થયા અને એફ્રાઇમના પાપો ખુલ્લા થયા, કારણકે તેઓ દગો કરે છે, ઘરોમાં ઘૂસી જાય છે અને શેરીઓમાં લૂટ ચલાવે છે.

આમોસ 5:7

હે દુષ્ટ લોકો, તમે ગરીબ અને પગતળે કચડાયેલા માટે “ન્યાય” એક કડવી ગોળી બનાવી છે. સચ્ચાઇ એ તમારા માટે એક નિરર્થક શબ્દ છે.

આમોસ 5:11

તમે ગરીબોને પગ તળે કચડો છો અને તેમની પાસેથી અનાજ પડાવી લો છો, તેથી તમે ઘડેલા પથ્થરનાઁ જે ઘર બાંધ્યાં છે, તેમાં તમે રહેવા નહિ પામો. તમે રમણીય દ્રાક્ષાવાડીઓ રોપી છે, પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો;

મીખાહ 3:9

હે યાકૂબના વંશના નેતાઓ અને ઇસ્રાએલના કૂળના શાસકો, જેઓ ન્યાયને ધિક્કારો છો, અને સર્વ નીતિમત્તાને ઉલટાવો છો, હવે ધ્યાનથી સાંભળો.

Interlinear

Choose Theme