કોઇને થાક લાગતો નથી, કે કોઇ ઠોકર ખાતો નથી. નથી કોઇ ઝોકાં ખાતો કે નથી કોઇ ઊંઘતો. કોઇ કમરબંધ ઢીલો કરતો નથી કે કોઇ પગરખાંની દોરી છોડતો નથી.
Cross references
ઘર બહાર તરવાર તેમને પૂરા કરશે, ને ઘરમાં ભયથી ફફડી મરશે; જુવાન સ્ત્રી-પુરુષ કે વૃદ્વો, વળી ધાવણાં બાળક પણ નહિ બચે.
“સરૂયાના પુત્ર યોઆબે માંરી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે તું જાણે છે, તને ખબર નથી કે તેણે ઇસ્રાએલી લશ્કરના બે સેનાપતિ નેરનો પુત્ર આબ્નેર અને યેથેરના પુત્ર અમાંસાને માંરી નાખ્યા હતા? યુદ્ધમાં તે બનેલો બનાવ હતો એવો તેણે દેખાવ કર્યો હતો, પણ હકીકતમાં એ કૃત્ય શાંતિના સમયમાં કરવામાં આવ્યું હતું. અને તેની તરવારબંધ અને પગરખાને નિદોર્ષના લોહીથી કલંકિત કર્યા હતાં.
રાજાઓ ભલે લોકોને કેદમાં પૂરે, પણ દેવ તે લોકોને મુકત કરે છે, અને તેમને શકિતશાળી બનાવે છે.
દેવ રાજાઓ ઉપર તિરસ્કાર કરે છે. તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે.
તેમની શકિતથી તેઓ મને ભરી દે છે અને પવિત્ર જીવન જીવવાં માટે મને સહાય કરે છે.
યહોવા રાજ કરે છે, ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે કે તે અચળ રહેશે.
તેનાં સર્વ કાર્યોમાં ન્યાય અને નીતિ હશે.
પોતાના અભિષિકત કોરેશને યહોવા આ મુજબ કહે છે: “મેં તારો જમણો હાથ પકડ્યો છે; દેશદેશના લોકોને હું તારી આગળ નમાવીશ. રાજાઓને તેમનો રાજવી ઝભ્ભો ઉતરાવી દઇશ; તારી આગળ બધાં નગરોના દરવાજા ખૂલી જશે, કોઇ દરવાજો બંધ નહિ રહે.”
હું જ યહોવા છું, મારા સિવાય બીજો દેવ નથી. તું મને ઓળખતો નથી, છતાં હું તને શસ્રોથી સજ્જ કરીશ.
તે ભયથી તેનો ચહેરો ફિક્કો પડી ગયો અને તેનાં ગાત્રો શિથિલ થઇ ગયાં, અને તેના ઢીંચણ એકબીજા સાથે અથડાવા લાગ્યાં.
આ ‘યોદ્ધાઓ’ પાયદળની જેમ દોડે છે, અને પ્રશિક્ષણ પામેલા સૈનિકોની જેમ ભીંતો ઉપર ચઢી જાય છે. તેઓ બધા એક હરોળમાં ખસે છે અને તેમની હરોળથી હટતાં નથી.
અને તેથી તમે દેવનાં સર્વ હથિયારો સજી લો કે, જેથી ભૂંડા દિવસે તમે દઢે ઊભા રહી શકો અને તમે યુદ્ધ પૂરું કર્યા પછી પણ શક્તિવર્ધક હશો.