Home Bibles યશાયા 49:11 · ગુજરાતી બાઇબલ
યશાયા 49:11 · ગુજરાતી બાઇબલ

હું દરેક પર્વતને સપાટ રસ્તો બનાવી દઇશ અને દરેક માર્ગને પૂરીને સરખો કરીશ,

Cross references

ગીતશાસ્ત્ર 107:4

કેટલાંક ઉજ્જડ માગેર્ રણમાં ભટકતાં હતાં અને તેઓને વસવા નગર ન મળ્યું.

ગીતશાસ્ત્ર 107:7

યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.

યશાયા 11:16

યહોવાના લોકો ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે તેમને માટે હતો તેવો જ માર્ગ એ લોકોના જેઓ આશ્શૂરમાં બાકી રહેલા હશે તેમને માટે પણ નિર્માણ થશે.

યશાયા 35:8

તેમાં થઇને એક રાજમાર્ગ જતો હશે અને તે, “પવિત્રતાનો માર્ગ” કહેવાશે. એના પર કોઇ અપવિત્ર માણસ ચાલશે નહિ. કોઇપણ યાત્રી, એક મૂર્ખ પણ ત્યાં તે રસ્તા પર ભૂલો પડી જશે નહિ.

યશાયા 40:3

કોઇનો સાદ સંભળાય છે: “મરુભૂમિમાં યહોવાને માટે રસ્તો તૈયાર કરો; આપણા દેવને માટે રણમાં સીધો અને સપાટ રાજમાર્ગ બનાવો.

યશાયા 43:19

કારણ કે હું એક નવું કામ કરવાનો છું. જુઓ, મેં તેમની શરૂઆત કરી દીધી છે! શું તમે જોઇ શકતા નથી? મારા લોકો માટે અરણ્યમાં હું માર્ગ તૈયાર કરીશ અને રાનમાં તેઓને માટે નદીઓ ઉત્પન્ન કરીશ!

યશાયા 57:14

વળી તે વખતે હું કહીશ: સડક બાંધો, રસ્તાઓ ફરીથી તૈયાર કરો. મારા લોકોના રસ્તાઓમાંથી ખડકો અને પથ્થરો દૂર કરો. અને મારા લોકો માટે સરળ માર્ગ તૈયાર કરો.

યશાયા 62:10

દરવાજામાંથી જાઓ અને લોકો માટે રસ્તો તૈયાર કરો. રાજમાર્ગ બાંધો, ને પથ્થરો હઠાવી દો. પ્રજાઓ પર ઊંચે ધ્વજ ફરકાવો.

લૂક 3:4

યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલા વચનો મુજબ:“અરણ્યમાં કોઈ વ્યક્તિનો પોકાર સંભળાય છે: ‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો. તેનો માર્ગ સીધો બનાવો.

યોહાન 14:6

ઈસુએ ઉત્તર આપ્યો, “હું માર્ગ છું. હું સત્ય છું અને જીવન છું. પિતા પાસે જવાનો માર્ગ ફક્ત મારા દ્વારા છે.

Interlinear

Choose Theme