દરેક જણે પોતાના પડોશીને મદદ કરી અને પોતાના ભાઇઓને ઉત્તેજન આપ્યું.
Cross references
તેથી તેઓ ગભરાઈ ગયા અને કહ્યું, “દેવ તેમની છાવણીમાં આવ્યા છે! હવે આપણે પહેલા કદી નથી પડી તેવી મુશ્કેલીમાં પડીશું.
બીજે દિવસે સવારે આશ્દોદના લોકો ઊઠયા, ત્યારે દાગોન ઊંઘે માંથે યહોવાના કોશ આગળ પડેલો હતો. તેઓએ તેને ઉપાડીને પાછો તેની જગ્યા પર બેસાડયો.
જેઓ ચિંતાતુર છે, “તેઓને કહો દ્રઢ થાઓ, ડરશો નહિ; જુઓ, તમારા દેવ! તમારો ઉદ્ધાર કરવા અને તમારા શત્રુઓને સજા કરવા આવે છે.”
શું મૂર્તિની સાથે? મૂર્તિને તો કારીગર ઢાળે છે, સોની સોનાના પતરાથી મઢે છે અને રૂપાના હાર ચઢાવે છે.
લુહાર ધાતુને અગ્નિમાં તપાવીને હથોડાથી ટીપી ટીપીને ધાટ આપે છે. પોતાના બળવાન બાહુ વડે ઘડતાં ઘડતાં તે ભૂખ્યો થાય છે અને થાકી જાય છે. ને તરસથી પાણી પીધા વિના નબળો અને નિર્ગત થઇ જાય છે.
રાજા નબૂખાદનેસ્સારે સોનાનું એક પૂતળું ઘડાવીને બાબિલના પ્રાંતમાં આવેલા દૂરાના મેદાનમાં તેની સ્થાપના કરાવી. એ સાઠ હાથ ઊંચો અને છ હાથ પહોળુ હતુ.
તમે પ્રજાઓમાં બધી બાજુ જાહેર કરો; યુદ્ધની તૈયારી કરો. શ્રેષ્ઠ યોદ્ધાઓની ભરતી કરો. યુદ્ધના સર્વ પુરુષો તૈયાર થાઓ અને યુદ્ધ તરફ કૂચ કરો.
ત્યાં દેમેત્રિયસ નામનો એક માણસ હતો. તે ચાંદીનું હસ્તકલાનું કામ કરતો હતો. તેણે ચાંદીના નાના નમૂનાઓ બનાવ્યાં જે દેવી આર્તિમિસનાં મંદિર જેવા દેખાતા હતા. ગૃહઉધોગના કારીગરે આ વ્યવસાયમાં ઘણા પૈસા બનાવ્યા.