Home Bibles યશાયા 37:10 · ગુજરાતી બાઇબલ
યશાયા 37:10 · ગુજરાતી બાઇબલ

તું જેના પર આધાર રાખીને બેઠો છે તે તારો દેવ તને એમ કહે છે કે:‘યરૂશાલેમ આશ્શૂરના રાજાના તાબામાં જવાનું નથી.’ તો તેથી ભોળવાઇ જતો નહિ.

Cross references

2 રાજઓ 18:5

તેણે ઇસ્રાએલના દેવ યહોવા પર વિશ્વાસ રાખ્યો હતો. તેની પેહલાં થઈ ગયેલા કે તેની પછી થયેલા યહૂદાના રાજાઓમાં કોઇ પણ તેના જેવો નહોતો.

2 રાજઓ 19:10

“તું, યહૂદાના રાજા હિઝિક્યાને જરુર કહેજે કે, તું જેના પર વિશ્વાસ રાખીને બેઠો છે તે તારો યહોવા દેવ તને એમ કહીને છેતરે નહિ કે, “યરૂશાલેમ આશ્શૂરના રાજાના તાબામાં જવાનું નથી.”

2 કાળવ્રત્તાંત 32:7

“તમે બળવાન તથા બહાદુર થાઓ અને આશ્શૂરના રાજાથી કે તેના મોટા સૈન્યથી ડરશો નહિ. કારણકે આપણી સાથે જે એક દેવ છે તે તે બધાં કરતાં અતિ મહાન છે,

2 કાળવ્રત્તાંત 32:15

હિઝિક્યાથી ભોળવાશો નહિ, એનાથી આમ છેતરાશો નહિ, એની વાત માનશો નહિ, કારણ કોઇ પણ પ્રજાનો કે રાજ્યના કોઇ પણ દેવ પોતાના લોકોને મારાથી કે મારા પૂર્વજોથી બચાવી શક્યા નથી. તો પછી તમારા દેવ શું કરવાના હતા?”

ગીતશાસ્ત્ર 22:8

તેઓ મારી મશ્કરી કરતાં કહે છે, “તે જરૂર તને ઉગારશે કારણ તે તને ખૂબ પસંદ કરે છે.”

યશાયા 36:4

મુખ્ય સંદેશવાહકે તેમને કહ્યું, “જાવ હિઝિક્યાને જઇને કહો કે, આશ્શૂરના મહાન રાજાનો આ સંદેશ છે:તને આટલો બધો આત્મવિશ્વાસ શાથી છે?

યશાયા 36:15

યહોવા જરૂર આપણું રક્ષણ કરશે, આ શહેર કદી આશ્શૂરના રાજાના હાથમાં જવાનું નથી.’ એમ કહીને હિઝિક્યા તમને યહોવા પર આધાર રાખવા સમજાવે તો માનશો નહિ.

યશાયા 36:20

આ બધા દેશોના દેવોમાંથી કોણે પોતાના દેશને મારા સાર્મથ્યમાંથી છોડાવ્યા છે? યહોવા યરૂશાલેમને મારા હાથમાંથી છોડાવી શકશે એમ તમે માનો છો શું?”

યર્મિયાનો વિલાપ 35:13

તમે બડાશ હાંકી છે કે તમે મારા કરતા મહાન છો, તમે મારી વિરુદ્ધ કઠોર શબ્દો બોલ્યા છો પરંતુ મેં તમને સાંભળ્યાં છે.”

માથ્થી 27:43

તેણે દેવમાં વિશ્વાસ મૂક્યો છે. દેવ તેને ખરેખર ઈચ્છતો હોય તો દેવને તેનો છૂટકારો કરવા દો. તેણે તેની જાતે કહ્યું છે કે, “હું દેવનો દીકરો છું.”

Interlinear

Choose Theme