Home Bibles યશાયા 33:13 · ગુજરાતી બાઇબલ
યશાયા 33:13 · ગુજરાતી બાઇબલ

“હે દૂર દૂર તેમ જ નજીક વસનારાઓ, મેં શું શું કર્યુ છે તે સાંભળી તમે મારું સાર્મથ્ય જાણી લો.”

Cross references

નિર્ગમન 15:14

પ્રજા આ સાંભળી કંપીને ગભરાઈ, સહુ પલેશેથવાસીઓ ભયથી ગભરાય છે.

યહોશુઆ 2:9

“મને ખબર છે કે યહોવાએ તમને આ દેશ આપી દીધો છે. અને અમે બધાં તમાંરાથી ડરી ગયાં છીએ, અને તમાંરા આવવાથી દેશના વતનીઓ થરથર ધ્રૂજી ગયા છે.

યહોશુઆ 9:9

તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે તમાંરા દેવ યહોવાની મહાન શક્તિ અને સમર્થના વિશે સાંભળ્યું છે. અને ખૂબ દૂરના દેશથી આવ્યા છીએ; અમે એ પણ સાંભળ્યું કેમ તેણે તમને બધાને મિસરમાંથી બહાર લાવ્યા અને મિસરમાં તેણે કરેલ સર્વ વિષે.

1 શમુએલ 17:46

આજે યહોવા તને માંરા હાથમાં સુપ્રત કરી દેશે અને હું તારો જીવ લઈશ. આજે હું તારું માંથું કાપી નાખીશ અને તારા શબને પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને ખાવા આપીશ; અમે બીજા પલિસ્તી સૈનિકોના શબોનું પણ આમ જ કરીશું. ત્યારે સમસ્ત જગત જાણશે કે ઇસ્રાએલમાં દેવ છે.

ગીતશાસ્ત્ર 46:6

ભયથી ધ્રુજશે વિદેશીઓ, અને ડગમગી જશે રાજ્યો; જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઇ પીગળી.

ગીતશાસ્ત્ર 48:10

હે દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ જાણીતું છે, પૃથ્વીની સીમા પર્યંત તમારી સ્તુતિ થાય છે; તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.

ગીતશાસ્ત્ર 97:8

હે યહોવા, તમારા અદલ ન્યાયથી સિયોન આનંદ પામ્યું, તે સાંભળી યહૂદિયાની દીકરીઓ હરખાઇ.

ગીતશાસ્ત્ર 98:1

યહોવા સમક્ષ, કોઇ એક નવું ગીત ગાઓ; કેમ કે તેણે અદભૂત કૃત્યો કર્યાં છે. એણે પવિત્ર બાહુબળનાં પુણ્ય પ્રતાપે જીત પ્રાપ્ત કરી છે.

ગીતશાસ્ત્ર 99:2

સિયોનમાં યહોવા મહાન છે તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!

ગીતશાસ્ત્ર 147:12

હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો; હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર 148:14

તે તેમના લોકોની તાકાત વધારશે, તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો. સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.

યશાયા 18:3

હે જગતના સર્વ રહેવાસીઓ, ને પૃથ્વી પર રહેનારાઓ, જ્યારે યુદ્ધ માટેની મારી ધ્વજા પર્વત પર ઊંચી કરવામાં આવે ત્યારે ધ્યાન આપજો! જ્યારે હું રણશિંગડું વગાડું, ત્યારે સાંભળજો,

યશાયા 37:20

પણ હવે, હે અમારા દેવ યહોવા, અમને તેમના હાથમાંથી બચાવ, જેથી પૃથ્વીના સર્વ રાજ્યો જાણી શકે કે તમે જ એક માત્ર દેવ છો.”

યશાયા 49:1

હે દૂર દેશાવરના લોકો, ધ્યાન દઇને સાંભળો! હું જન્મ્યો તે પહેલાથી યહોવાએ મને બોલાવ્યો હતો, જ્યારે હું મારી માતાના ગર્ભમાં હતો ત્યારે જ તેણે મને નામ આપ્યું હતું.

યશાયા 52:10

સર્વ પ્રજાઓનાં દેખતાં યહોવાએ પોતાનો પવિત્ર ભુજ લંબાવ્યો છે, પૃથ્વી પરની દરેક વ્યકિત આપણા દેવનું તારણ જોશે.

યશાયા 57:19

હું હોઠોનાં ફળો ઉત્પન્ન કરીશ; જેઓ દૂર છે તેમજ પાસે છે તેઓને શાંતિ થાઓ, કારણ કે હું તે બધાને સાજા કરીશ.”

દારિયેલ 3:27

અને પ્રશાસકો, સૂબાઓ, નાયબ સૂબાઓ અને રાજાના દરબારીઓ તેમની આસપાસ ભેગા થઇ ગયા. અને તેમણે જોયું કે, તેમના શરીર ઉપર અગ્નિની કોઇ અસર થઇ નહોતી. તેમના માથાના વાળ પણ બળ્યા નહોતા, તેમના વસ્ત્રોને અગ્નિ અડ્યો જ નહોતો અને તેમના શરીરમાંથી બળ્યાની ગંધ પણ આવતી નહોતી.

દારિયેલ 6:25

ત્યારપછી રાજા દાર્યાવેશે આખી પૃથ્વીના, જુદીજુદી પ્રજાના તથા જુદી જુદી ભાષા બોલનારા લોકોને પત્ર લખ્યો કે,

પ્રેરિતોનાં ક્રત્યો 2:5

આ સમયે યરૂશાલેમમાં કેટલાક ધાર્મિક યહૂદિઓ રહેતા હતા. દુનિયાના દરેક દેશમાંના આ માણસો હતા.

એફેસીઓને પત્ર 2:11

તમે બિનયહૂદિ તરીકે જન્મ્યા છો કે જેમને યહૂદિઓ “સુન્નત વગરના” કહે છે. તે યહૂદિઓ કે જે તમને “સુન્નત વગરના” કહે છે તો પોતાની જાતને “સુન્નતવાળા” કહે છે. (તેમની સુન્નત તેઓ પોતે પોતાના શરીર પર કરે છે.)

Interlinear

Choose Theme