Home Bibles યશાયા 30:24 · ગુજરાતી બાઇબલ
યશાયા 30:24 · ગુજરાતી બાઇબલ

અને તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરાઓમાં ચરશે, અને જમીનને ખેડનાર બળદો અને ગધેડાં પણ સારું સારું ખાણ ખાવા પામશે.

Cross references

ઊત્પત્તિ 45:6

કારણ કે છેલ્લાં બે વર્ષથી દેશમાં દુકાળ છે, અને હજુ બીજા પાંચ વર્ષ એવાં જ આવનાર છે, જેમાં કોઇ પણ પ્રકારની ખેતી કે, વાવણી કાપણી થઈ શકશે નહિ.

નિર્ગમન 34:21

“છ દિવસ તમાંરે ખેડવાનું કે વાવણીનું કામ કરવું. સાતમાં દિવસે વિશ્રામ કરવો. માંત્ર છ દિવસ કામ કરવું અને સાતમે દિવસે આરામ પાળવો.

પુનર્નિયમ 21:4

અને તેઓએ તેને જયાં કદી વાવણી કે ખેડાણ ના થયું હોય તેવી ખીણમાં લઇ જવી, વહેતા જળના વહેળામાં તેને લઈ જાય અને તેની ડોક ત્યાં ભાંગી નાખવી.

પુનર્નિયમ 25:4

“કોઈ પણ વ્યકિતએ બળદ ડૂંડાં ખૂંદતો હોય ત્યારે તેને મોરી પહેરાવવી નહિ.

1 શમુએલ 8:12

“તેમાંનાં કેટલાક એક હજારની ટૂકડીના સરદાર બનશે અને બીજા પચાસ માંણસોની સેનાની ટૂકડીના સરદાર બનશે. તે તેઓની પાસે તેના ખેતરમાં કામ કરાવશે અને પાક લણાવશે. તે બળજબરીથી તેમની પાસે તેના સૈન્ય માંટે યુદ્ધના શસ્રો અને રથનાં સાધનો તૈયાર કરાવશે.

માથ્થી 3:12

તેના હાથમાં સૂપડું છે જેના વડે અનાજને છોતરામાંથી જુદૂં પાડશેઅને સાફ કરેલ સારા અનાજના દાણાને પોતાના કોઠારમાં ભરશે અને છોતરાંને એવા અગ્નિમાં બાળી નાખશે જે કદીયે હોલવાશે નહિ.”

લૂક 3:17

તેનું સૂંપડું તેના હાથમાં છે. તે ખળીમાંથી દાણા જુદા પાડવા તેયાર છે. તે દાણા ભેગા કરશે અને તેની વખારમાં મૂકશે. અને તે ભૂસાંને આગમાં બાળશે, જે કદી હોલવાશે નહિ.”

1 કરિંથીઓને 9:9

હા, મૂસાના નિયમશાસ્ત્રમાં તે લખેલું છે કે: “જ્યારે પગરમાં અનાજને છૂટું પાડવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનું મોઢૂં બાંધી દઈને તેને અનાજ ખાતા ન અટકાવો.”જ્યારે દેવે આમ કહ્યું, ત્યારે તે શું માત્ર બળદનો જ વિચાર કરતો હતો? ના.

Interlinear

Interlinear data is unavailable for this verse.

Choose Theme