Home Bibles ☰ Books યશાયા 3:6 · ગુજરાતી બાઇબલ
યશાયા 3:6 · ગુજરાતી બાઇબલ

એવો સમય આવશે જ્યારે માણસ પોતાના પિતાના ઘરમાં પોતાના ભાઇને પકડીને કહેશે કે, “તારી પાસે તો વસ્ત્ર પણ છે; ચાલ, તું અમારો આગેવાન થા અને આ ખંડેરના ઢગલા ઉપર રાજ્ય કર.”

Cross references

ન્યાયાધીશો 11:6

તેઓએ તેને કહ્યું, “આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા માંટે તું અમાંરી સાથે આવ અને અમાંરો સેનાધિપતિ થા.”

યશાયા 4:1

તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે કે, “અમે અમારો પોતાનો રોટલો ખાઇશું અને અમારાઁ પોતાનાં વસ્ત્રો પહેરીશું. પણ તું અમને તારે નામે ઓળખાવા દે, જેથી અમારું કુવારાંપણાનું મહેણું ટળે.”

યોહાન 6:15

ઈસુએ જાણ્યું કે લોકો તેને રાજા બનાવવા ઈચ્છતા હતા. લોકોએ ઈસુને પકડવા માટે આવવાની અને તેને તેઓને રાજા બનાવવાની યોજના કરી. તેથી ઈસુ તેઓને છોડીને પહાડ પર ફરીથી એકલો ગયો.

Interlinear

Choose Theme