Home Bibles ☰ Books યશાયા 29:6 · ગુજરાતી બાઇબલ
યશાયા 29:6 · ગુજરાતી બાઇબલ

હું સૈન્યોનો દેવ યહોવા ગર્જના, મોટા આવાજ, ધરતીકંપ અને વંટોળિયો અને અગ્નિની જવાળાઓ મારફતે તેઓ પર ઊતરી આવીશે.

Cross references

1 શમુએલ 2:10

યહોવા તેમના શત્રુઓનો નાશ કરે છે. પરાત્પર દેવ લોકોની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે. યહોવા દૂરનાં પ્રદેશોનો પણ ન્યાય કરશે. તે પોતાના રાજાને બળ આપશે અને તેના ખાસ રાજાને બળવાન બનાવશે.”

1 શમુએલ 12:17

અત્યારે ઘઉંની કાપણીની ઋતું છે, હું યહોવાનેે પ્રૅંર્થના કરીશ એટલે તે ગાજવીજ સૅંથે પુષ્કળ વરસાદ મોકલશે; અને એ જોઈને પદ્ધી તમને ખાતરી થશે કે, તમે રાજાની માંગણી કરીને યહોવાની નજરમાં કેવો મોટો ગુનો કર્યો છે.”

2 શમએલ 22:14

યહોવાએ ત્રાડ પાડી, પરાત્પર દેવે પોતાનો અવાજ સંભળાવ્યો.

યશાયા 5:26

આથી યહોવા દૂરથી લોકોને નિશાની કરે છે, પૃથ્વીને છેડેથી તેમને સૌને બોલાવવા માટે તે સીટી વગાડે છે અને જુઓ, તેઓ વેગથી સત્વરે આવી રહ્યા છે!

યશાયા 28:2

કારણ કે યહોવા મારા દેવ તમારી વિરુદ્ધ આશ્શૂરના મહાન સૈન્યને મોકલશે; તે કરાના ભયંકર તોફાનની જેમ તમારા પર, વિનાશ વેરનાર વાવાઝોડાની જેમ, તોફાને ચઢેલાં ઊભરાતાં પાણીના ઘસમસતા પૂરની જેમ ધસી આવશે, ને તેમને ભોંયભેગા કરીને પછાડશે.

યશાયા 30:30

યહોવા પોતાનો પ્રતાપી અવાજ સૌને સંભળાવશે અને પોતાનો પ્રચંડ કોપ સર્વભક્ષી અગ્નિની જવાળારૂપે, મૂશળધાર વરસાદરૂપે, વાવાઝોડારૂપે અને કરારૂપે ઉતારશે.

યશાયા 31:9

”આ યહોવાના વચન છે, જેની ભઠ્ઠીનો અગ્નિ યરૂશાલેમમાં ભડભડ બળે છે.

યશાયા 33:11

‘તમે સૂકા ધાસને ઘારણ કરો છો અને તણખલાને જન્મ આપો છો. તમારો શ્વાસ જ તમને અગ્નિની જેમ ભરખી જશે.

યર્મિયાનો વિલાપ 38:22

હું તેની સાથે, તેના સૈન્ય સાથે અને તેની સાથેના બધા લોકો ઉપર રોગચાળા અને મૃત્યુથી, મૂશળધાર વરસાદથી, કરાંના તોફાનોથી અને તેમની ઉપર ગંધક બાળીને, ન્યાય કરીશ.

માથ્થી 24:7

રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોની સામે અને રાજ્યો બીજા રાજ્યોની વિરૂદ્ધ ઊઠશે. અને એક સમય એવો આવશે કે લોકોને ખાવા માટે ખોરાક પણ નહિ હોય અને જુદા જુદા વિસ્તારોમાં ધરતીકંપ થશે.

માર્ક 13:8

રાજ્યો બીજા રાજ્યો સામે લડશે. એવો સમય આવશે જ્યારે લોકોને માટે ખાવાનું પણ નહિ હોય. અને ત્યાં જુદા જુદા સ્થળોએ ધરતીકંપ થશે. મહા દુ:ખનો આ તો આરંભ છે. બાળક જન્મતા પહેલા થતી પીડાઓ જેવી આ વસ્તુઓ છે.

લૂક 21:11

ત્યાં મોટા ધરતીકંપ, મંદવાડ અને દુ:ખલાયક બાબતો ઘણી જગ્યાએ થશે. બીજી કેટલીક જગ્યાએ તો લોકોને ખાવા માટે ભોજન પણ નહિ હોય, ભયંકર બનાવો બનશે. આકાશમાંથી આશ્ચર્યજનક વસ્તુઓ લોકોને ચેતવણી આપવા આવશે.

Interlinear

Choose Theme