ન્યાયીના માગેર્ ચાલનારનો રસ્તો સુગમ છે; તમે યહોવા એને સરળ બનાવો છો.
Cross references
યહોવા જેવાં પવિત્ર દેવ કોઈ નથી. તેમના સિવાય બીજા કોઈ દેવ નથી. આપણા દેવ જેવા કોઈ રક્ષણહાર નથી.
હું જાણું છું, મારા દેવ કે તમે અંતરને તપાસો છો, અને ખરા મનની સચ્ચાઇ તમને ગમે છે, અને આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યુ છે. અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકો તમને સ્વેચ્છાએ ભેટ-સોગાદો અપેર્ છે તે જોઇને મને આનંદ થાય છે.
તમે લોકો સાચા છો તે હું કદી જ સ્વીકારીશ નહિ; હું મૃત્યુ પામું ત્યાં સુધી મારી નિદોર્ષતા જાહેર કર્યા કરીશ.
જો દેવ ચોક્કસ માપનું ત્રાજવું ઊપયોગમાં લે તો તેને જાણ થશે કે હું નિદોર્ષ છું.
યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે; પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.
કારણ, તેમની વાણીમાં કોઇ સચ્ચાઇ નથી, તેઓનું હૃદય નીચતાથી ભરેલું છે. તેઓ મધુરભાષી છે! તેઓનું ગળું એક ઉધાડી કબર જેવુ છે. તે પોતાની જીભે પ્રશંસા કરે છે.
યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે. યહોવાનું રાજ્યાસન આકાશમાં છે. તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.
કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે, જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે.
હું તેમની સાથે વિશુદ્ધ અને પ્રામાણિક હતો અને મેં મારી જાતને અનિષ્ટ અને અયોગ્ય કરવાથી દૂર રાખી છે.
તું જ્યાં પણ જાય, તેનો આભારમાન, અને તે તને સાચે માગેર્ દોરશે અને તને સફળ બનાવશે.
પ્રામાણિક માણસની નીતિમત્તા તેનો માર્ગ સાફ કરે છે, પણ ખરાબ વ્યકિતની દુષ્ટતા જ તેને પાયમાલ કરે છે.
નીતિમત્તાને માગેર્ ચાલનારી વ્યકિત સુંદર જીવન જીવે છે. અને તેની પછી તેના બાળકો આશીર્વાદિત છે.
અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે પરંતુ પવિત્રના કાર્યો ન્યાયી હોય છે.