જે તૂર બાદશાહી નગર હતું, જેના વેપારીઓ સરદારો હતા અને જેના શાહસોદાગરોની પૃથ્વીમાં સૌથી વધુ શાખ હતી, તે તૂરની આવી હાલત કરવાનું કોણે વિચાર્યુ?
Cross references
“આ જોઈને બધી પ્રજાઓ પૂછશે, ‘યહોવાએ પોતાના આ પ્રદેશના આવા હાલ શા માંટે કર્યા? એના ઉપર આવો ભારે રોષ શા માંટે ઉતાર્યો?’
તે કહે છે, ‘મારા સેનાપતિઓ બધાં રાજા નથી?
તમે એવું કેમ વિચારો છો કે તમે મારા ધણીના નાનામાં નાના અમલદારને સુદ્ધાં હરાવી શકશો, જ્યારેં તમે રથો અને ઘોડાઓ માટે મિસર પર આધાર રાખો છો?
યહોવા કહે છે, “જેવી રીતે ચારો ચરતાં ઘેટાં પર સિંહ તરાપ મારે, તે જ પ્રમાણે હું બાબિલની પર ત્રાટકીશ મને જે કોઇ ગમશે તેને હું તેમની પર નીમીશ. મારા સમાન કોણ છે? અને કોણ મને પડકારી શકે છે? ક્યો ઘેટાપાળક મારી વિરુદ્ધ ઊભો રહી શકે છે?”
“હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજવીને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘તું અભિમાનથી ફુલાઇ ગયો છે અને દેવ હોવાનો દાવો કરે છે, તું કહે છે, “દેવની જેમ હું સમુદ્રોની મધ્યે આસન પર બેસું છું.” તું દેવના જેવો જ્ઞાની હોવાનો દાવો ભલે કરે, પરંતુ તું નાશવંત મનુષ્ય છે, દેવ નહિ.
“હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજાને માટે શોકગીત ગા. અને તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘એક વખત તું સંપૂર્ણતાની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો, તું જ્ઞાનનો અને સૌદર્યનો ભંડાર હતો.
તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો છે, તેણે સોનાચાંદીને ધૂળની જેમ અને શેરી પરની માટીની જેમ ખૂબજ ભેગા કર્યા છે.
તેથી એક દિવસમાં આ બધી ખરાબ બાબતો મૃત્યુ, શોક અને દુકાળ તેની પાસે આવશે. તેનો અગ્નિથી નાશ થશે, કારણ કે પ્રભુ દેવ જે તેનો ન્યાય કરે છે તે શક્તિશાળી છે.