Home Bibles ☰ Books યશાયા 19:25 · ગુજરાતી બાઇબલ
યશાયા 19:25 · ગુજરાતી બાઇબલ

સૈન્યોના દેવ યહોવા તેમને એમ કહીને આશીર્વાદ આપશે કે, “મારી પ્રજા મિસર, મારા હાથનું સર્જન આશ્શૂર અને મારું પોતાનું વતન ઇસ્રાએલ, સુખી રહો!”

Cross references

ગણના 6:24

યહોવા તમને આશીર્વાદ આપો અને તમાંરું રક્ષણ કરો;

ગણના 6:27

પછી યહોવાએ મૂસાને કહ્યું, “આ રીતે હારુન અને તેના પુત્રો માંરા આશીર્વાદ ઇસ્રાએલી લોકોને આપે અને હું પોતે વ્યક્તિગત માંરા આશીર્વાદ તેઓને આપીશ.”

ગણના 24:1

બલામને ખબર પડી કે યહોવા ઇસ્રાએલને આશીર્વાદ આપવા ઈચ્છે છે, તેથી તેણે જાદૂઈ ખેલો કરીને તેને બદલવા પ્રયત્ન કર્યો નહિ. તેને બદલે તે રણ તરફ ઇસ્રાએલી છાવણી તરફ ફરીને ઊભો રહ્યો.

પુનર્નિયમ 32:9

પરંતુ તેમણે કોઇને ઇસ્રાએલ માંટે ન નીમ્યા, કારણ, ઇસ્રાએલ દેવની પોતાની પ્રજા છે.

ગીતશાસ્ત્ર 67:6

પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે. હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.

ગીતશાસ્ત્ર 100:3

અને તમે જાણો, યહોવા તે જ દેવ છે; તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ; આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.

ગીતશાસ્ત્ર 115:15

હા, આકાશ અને પૃથ્વીના સર્જક; યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.

ગીતશાસ્ત્ર 138:8

યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે. હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે; મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.

યશાયા 29:23

કારણ કે મેં જે તેમના માટે કર્યુ છે તેને, તે તથા તેના બાળકો જોશે ત્યારે તેઓ મારા નામનું સન્માન કરશે. તેઓ યાકૂબના પવિત્ર દેવની સ્તુતિ કરશે અને ઇસ્રાએલના દેવનો આદર કરશે.

યશાયા 45:11

યહોવા, ઇસ્રાએલના પવિત્રતમ સૃષ્ટા કહે છે:“મારા બાળકો વિષે પ્રશ્ર્ન પૂછવાનો તને શો અધિકાર છે? મારા પોતાના હાથે કરેલા કાર્યો વિષે મને પ્રશ્ર્ન કરનાર તમે કોણ?

યશાયા 60:21

વળી તમારા સર્વ લોકો ધામિર્ક થશે. તેઓ સદાકાળ પોતાના દેશનું વતન પામશે, કારણ કે હું મારા પોતાના હાથે તેઓને ત્યાં સ્થાપીશ; અને એમ મારો મહિમા થશે.

યશાયા 61:9

તેઓના વંશજો સર્વ પ્રજાઓમાં ખ્યાતિ પામશે; અને સર્વ લોકો જાણશે કે, દેવે જેઓને ખૂબ આશીર્વાદિત કર્યા છે તે આ લોકો છે.”

યશાયા 63:17

હે યહોવા, શા માટે તમે અમારાં હૃદયો કઠણ કર્યા અને અમને તમારા માગોર્થી વાળ્યાં છે? પાછા આવો, તમારા સેવકોને ખાતર, જે કુળો તમારા જ છે.

Interlinear

Choose Theme