તે સમયે મિસરમાં પાંચ નગરો એવાં હશે, જ્યાં કનાની ભાષા બોલાતી હોય અને જ્યાં સૈન્યોના દેવ યહોવાના સોગંદ લેવાના હોય તેમાનું એક “વિનાશનું નગર” કહેવાશે.
Cross references
જળપ્રલય પછી આખી પૃથ્વી પર એક જ ભાષા બોલાતી હતી. બધા લોકો એક સરખા જ શબ્દ-સમૂહોનો ઉપયોગ કરતા હતા.
“તમાંરા દેવ યહોવાથી ડરો અને તેની ઉપાસના કરો. તેને કદી ન છોડો અને તેના નામ માંત્રથી સોગન ખાવ.
તેઓએ પોતાના સગાંવહાંલા અને ઉમરાવો સાથે મળીને, દેવના નિયમ પ્રમાણે ચાલવાના સમ ખાધા, જે દેવના સેવક મૂસાએ આપ્યા હતા કે, અમે યહોવા અમારા દેવની આજ્ઞા અને નિયમોનું આદેશ અનુસાર પાલન કરીશું અને તેમના હુકમોને માનીશું.
મિસરવાસીઓ તમારા માટે તેમની સંપત્તિ લઇને આવશે. કૂશનાં લોકો દેવને તેઓની અર્પણ પ્રશંસા આપવાં ઉતાવળા થશે.
તે દિવસે માણસના ગર્વને નીચો નમાવવામાં આવશે. અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે અને ફકત યહોવાનો જ મહિમા કરવામાં આવશે.
તે દિવસે મારા પ્રભુ આશ્શૂર, ઉત્તરી મિસર, દક્ષિણ મિસર, ક્રૂશ, એલામ, બાબિલ, હમાથ અને દરિયાપારના પ્રદેશોમાંથી પોતાના લોકોમાંના જેઓ હજી બાકી રહેલા હશે તેમને પાછા લાવવા બીજીવાર પોતાનો હાથ વિસ્તારશે અને પોતાની શકિતનો પરચો બતાવશે;
કેમ કે યહોવા યાકૂબ પર દયા લાવશે અને ફરીથી તેમનો સ્વીકાર કરશે. અને તેઓને પોતાની ભૂમિ ઇસ્રાએલમાં વસાવશે; વિદેશીઓ તેઓની સાથે જોડાશે. અને તેઓ પોતાને યાકૂબના વંશજો સાથે જોડશે.
તે દિવસે મિસર દેશમાં યહોવાની એક યજ્ઞવેદી હશે અને મિસરની સરહદે યહોવાના એક સ્તંભ હશે.
યહોવા મિસરીઓને પોતાનો પરચો બતાવશે અને પછી મિસરીઓ તેને પ્રેમ કરશે; અને યહોવાને બલિદાન તથા અર્પણો આપીને તેની ઉપાસના કરશે; અને યહોવાને વચનો આપીને અને તેને પરિપૂર્ણ કરીને તેને પ્રસન્ન કરશે.
તે દિવસે મોટું રણશિંગડું ફૂંકવામાં આવશે; અને જેઓ આશ્શૂર દેશમાં ખોવાઇ ગયા હતા અથવા તો મિસર જવા માટે ફરજ પડી હતી તેઓને યરૂશાલેમમાં યહોવાના પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરવાને પાછા એકત્ર કરવામાં આવશે.
“મેં મારી જાત પર સમ લીધાં છે, મેં વચન આપ્યું છે, હું તેને તોડીશ નહિ. કારણ કે તે સત્ય છે કે પૃથ્વીની સર્વ પ્રજાઓ મારી સમક્ષ ઘૂંટણિયે પડશે અને મારા નામ પ્રત્યેની વફાદારી પોતાની જીભેજ કબૂલ કરશે.
જેવી રીતે તેમણે મારી પ્રજાને બઆલના સોગંદ ખાતા શીખવ્યા હતાં. અને જો તેઓ મારા પોતાના નામે સોગંદ ખાતા શીખશે, એમ કહીને, ‘જેવી રીતે યહોવા જીવે છે; ‘એજ પ્રમાણે તો પછી, તેઓ ખરેખર મારા પોતાના લોકો વચ્ચે ફરીથી સ્થપાશે.
ત્યારબાદ હું બધા લોકોને પવિત્ર હોઠ આપીશ, જેથી તેઓ મારું નામ લઇ શકે અને ખભેખભા મિલાવીને મારી સેવા કરે.
તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાની સાથે સંબંધ બાંધશે, અને તેઓ એની પ્રજા થશે અને યહોવા તેમની વચ્ચે વસશે,” અને ત્યારે તમને જાણ થશે કે યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે.