Home Bibles ☰ Books યશાયા 19:10 · ગુજરાતી બાઇબલ
યશાયા 19:10 · ગુજરાતી બાઇબલ

તેણીના (મિસરના) પાયાઓ હચમચી જશે અને બધા કામદારો નિરાશ થઇ જશે.

Cross references

નિર્ગમન 7:19

પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું હારુનને એમ કહે કે, તારી લાકડી લઈને મિસરનાં તમાંમ જળાશયો પર, નદીઓ ઉપર, નહેરો અને તળાવો ઉપર તારો હાથ ફેલાવ એટલે તે બધું જ પાણી લોહી બની જાય. અને સમગ્ર મિસર દેશમાં લાકડાના અને પથ્થરનાં બધાં વાસણોમાં પણ પાણીનું લોહી થઈ જશે.”

નિર્ગમન 8:5

પછી યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તે પોતાના હાથની લાકડીને નહેરો, નદીઓ અને સરોવરો ઉપર ફેલાવે, જેથી મિસર દેશ પર દેડકાંઓ ચઢી આવે.”

પુનર્નિયમ 11:10

તમે જે ભૂમિનો કબજો લેવા જઈ રહ્યા છો તે મિસરની ભૂમિ જેવી નથી, જયાંથી તમે આવો છો, અને જયાં બી વાવ્યા પછી તમાંરે શાકભાજીની વાડીની જેમ પાણી પાવું પડતું હતું.

Interlinear

Choose Theme