Home Bibles યશાયા 16:6 · ગુજરાતી બાઇબલ
યશાયા 16:6 · ગુજરાતી બાઇબલ

યહૂદાના લોકો કહે છે, અમે મોઆબના ઘમંડ વિષે સાંભળ્યું છે, કેવો ભારે ઘમંડ! તેના અભિમાન, તેના અહંકાર તથા તેની ઉદ્ધતાઇ વિષે અમે સાંભળ્યું છે, પણ તેની બડાશો બધી ખોટી છે.

Cross references

યશાયા 2:11

તે દિવસે માણસના ગર્વને નીચો નમાવવામાં આવશે. અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે અને ફકત યહોવાનો જ મહિમા કરવામાં આવશે.

યશાયા 15:1

મોઆબ વિષે દેવવાણી. આર-મોઆબ અને કીર રાતોરાત ખેદાનમેદાન થઇ ગયાં અને કીર મોઆબ ઉજ્જડ થયું છે, નષ્ટ થયું છે.

યશાયા 25:10

યહોવા, તેનો હાથ આ પર્વત પર ટેકવશે પરંતુ જેમ તણખલાને પગ નીચે કચડીને કચરાના ઢગલા પર ફેંકી દેવામાં આવે છે, તેમ ફેંકી દેશે. અને મોઆબને પગ નીચે કચડી નાખવામાં આવશે.

યશાયા 28:15

કારણ કે તમે એમ કહો છો કે, અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે, અમે શેઓલની સાથે સમજૂતી કરી છે; જ્યારે વિનાશનો ચાબખો વીંજાશે ત્યારે તે અમને સ્પર્શ કરશે નહિ, કારણ કે અમે જૂઠાણાનો આશ્રય લીધો છે, અને અમારી જાતને જુઠ્ઠાણામાં છુપાવી દીધી છે.

યશાયા 28:18

ત્યારે તમારો મૃત્યુ સાથેનો કરાર રદ થશે, અને શેઓલ સાથેની તમારી સમજૂતી ટકશે નહિ, જ્યારે વિનાશનો ચાબખો વિંઝાશે ત્યારે તમે તેનાથી પટકાઇ પડશો.

યશાયા 44:25

હું દંભી પ્રબોધકોને જુઠ્ઠા પાડું છું અને તેઓ જે બનાવો વિષે કહે છે તેના કરતાં જુદા જ બનાવો દઇને હું તેઓને ખોટા પાડું છું. હું જ્ઞાનીઓના વચન પાછા ખેંચાવું છું અને તેમના જ્ઞાનને મૂર્ખાઇ ઠરાવું છું.

ચર્મિયા 48:14

“હે મોઆબના લોકો, આ રાજાઓના રાજા એવા સૈન્યોનો દેવ યહોવાના વચન છે. “તમારી હિંમ્મત કઇ રીતે થઇ આવુ કહેવાની. કે ‘અમે બહાદુર છીએ, કેળવાયેલા યોદ્ધાઓ છીએ?’

ચર્મિયા 48:26

“મોઆબને છાકટો પીધેલો બનાવી દો! એણે યહોવાનો વિરોધ કર્યો છે. એ એની ઊલટીમાં આળોટશે અને લોકોની હાંસીનું પાત્ર થશે, સર્વ કોઇ તેનો તિરસ્કાર કરશે.

ચર્મિયા 48:29

મોઆબ અતિ ગવિર્ષ્ઠ છે. અમે તેના અભિમાન, ઉદ્ધતાઇ અને તુમાખી વિષે સાંભળ્યું છે.”

ચર્મિયા 48:42

પછી મોઆબનું નામોનિશાન મિટાઇ જશે. તેની પ્રજા નાશ પામશે, કારણ કે, તેમણે મારો યહોવાનો વિરોધ કર્યો છે.”

ચર્મિયા 50:36

તેના જૂઠા યાજકોને માથે પણ તરવાર ઝઝૂમે છે. તેમની અક્કલ બહેર મારી જશે. તેના યોદ્ધાઓને માથે પણ તરવાર ઝઝૂમે છે. તેમના હાથ હેઠા પડશે.

આમોસ 2:1

યહોવા કહે છે: “મોઆબના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તેમને ભૂલી જઇશ નહિ. તેમણે અદોમના રાજાના હાડકાં બાળીને ચૂરો કરી નાખ્યાં હતાં; આથી હું તેમને જરૂર સજા કરીશ.

ઓબાધા 1:3

ઓ ઊંચા પહાડો પર અને ખડકોની બખોલમાં વસનાર, તારા અંતરના અભિમાને તને ભરમાવ્યો છે. તું તારા મનમાં એમ વિચારે છે કે, ‘મને કોણ ભોંય પર પછાડી શકે એમ છે?”‘

સફન્યા 2:8

યહોવા કહે છે, “મોઆબે કરેલી નિંદા અને આમ્મોનીઓએ મારી પ્રજાના કરેલા અપમાન મેં સાંભળ્યાં છે. તથા તેની ભૂમિ તેઓએ પચાવી પાડવાની કોશિષ કરી છે.

1 પિતરનો પત્ર 5:5

જુવાનો, મારે તમને પણ કંઈક કહેવું છે. તમારે વડીલોની સત્તાને સ્વીકારવી જોઈએ અને એકબીજા પ્રત્યે તમારે બધાને વિનમ્ર બનવું જોઈએ. “દેવ અભિમાની લોકોની વિરૂદ્ધ છે. પરંતુ વિનમ્ર લોકો પ્રતિ તે કૃપા (દયા) રાખે છે.” નીતિવચનો 3:34

Interlinear

Choose Theme