Home Bibles હોશિયા 9:6 · ગુજરાતી બાઇબલ
હોશિયા 9:6 · ગુજરાતી બાઇબલ

આ પ્રશ્ર્ન હું પુછું છું; કેમકે મોટા વિનાશના કારણે ઇસ્રાએલના લોકો દેશ છોડી જશે. તેઓને મિસરમાં ભેગા કરવામા આવશે અને તેમના વંશજોને મેમ્ફિસમાં દફનાવામાં આવશે. તેમના કિંમતી ખજાનાઓ પર કાંટાળા છોડ ઉગશે અને તેમના મંડપો પર કાંટા ઉગશે.

Cross references

લેવીય 26:33

હું તમને અનેક દેશોમાં વેરવિખેર કરી નીખીશ, હું તરવાર લઈને તમાંરી પાછળ પડીશ અને તમાંરો દેશ ઉજજડ વેરાન થઈ જશે, અને તમાંરાં શહેરો ખંડેર થઈ જશે.

પુનર્નિયમ 28:63

“જે રીતે યહોવાએ તમાંરા પર પ્રસન્ન થઈને તમાંરા માંટે અદભૂત કાર્યો કર્યા અને તમાંરી વંશવૃદ્ધિ પણ કરી તેટલી જ પ્રસન્નતા તેમને તમાંરો નાશ કરવામાં તેમ જ તમાંરું નિકંદન કાઢવામાં થશે. તમે જે પ્રદેશમાં દાખલ થાઓ છો તે પ્રદેશમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે.

1 શમુએલ 13:6

ઇસ્રાએલી સૈનિકોએ જોયું કે તેઓ ભારે સંકટમાં છે અને તેઓનું લશ્કર ભીંસમાં આવી પડયું છે, ત્યારે તેઓ ગભરાઇ ગયા અને ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, અને કોતરોમાં તેમજ પાણીની ટાંકીઓમાં સંતાઈ જવા લાગ્યા.

2 રાજઓ 13:7

યહોઆહાઝ પાસે કોઇ સૈન્ય નહોતું સિવાય કે 50 ઘોડેસવાર, 10 રથ અને 10,000 સૈનિકો કારણ કે અરામના રાજાએ તેના બાકીના સૈન્યનો નાશ કરી નાખ્યો હતો.

ગીતશાસ્ત્ર 107:34

વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે, ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.

નીતિવચનો 24:31

ત્યારે મેં જોયું તો બધે ઝાંખરા ઊગી નીકળ્યાં હતાં. જમીન કાંટાથી છવાઇ ગઇ હતી. અને પથ્થરની વાડ તૂટી પડી હતી.

યશાયા 5:6

અને હું તેને ઉજ્જડ રહેવા દઇશ, કોઇ એને કાપશે નહિ અને કોઇ એને ખેડશે નહિ, એમાં કાંટા ઝાંખરા ઊગી નીકળશે. હું વાદળોને આજ્ઞા કરીશ કે એમાં કોઇ વરસાદ ન વરસાવો.”

યશાયા 7:23

તે દિવસે જે જે જગાએ 1,000 ચાંદીના ટુકડાના મૂલના 1,000 દ્રાક્ષના વેલાઓ હતા ત્યાં ત્યાં કાંટા અને ઝાંખરા ઊગશે.

યશાયા 11:11

તે દિવસે મારા પ્રભુ આશ્શૂર, ઉત્તરી મિસર, દક્ષિણ મિસર, ક્રૂશ, એલામ, બાબિલ, હમાથ અને દરિયાપારના પ્રદેશોમાંથી પોતાના લોકોમાંના જેઓ હજી બાકી રહેલા હશે તેમને પાછા લાવવા બીજીવાર પોતાનો હાથ વિસ્તારશે અને પોતાની શકિતનો પરચો બતાવશે;

યશાયા 19:13

સોઆનના રાજકર્તાઓ બેવકૂફ છે, નોફના રાજકર્તાઓ મમાં છે; મિસરના આગેવાનોએ જ દેશને ખોટે રસ્તે ચડાવ્યો છે.

યશાયા 27:12

તે દિવસે યહોવા ફ્રાંત નદીથી તે મિસરની સરહદ સુધી ખળીમાંના અનાજને ઝૂડવાનું શરૂ કરશે. અને તમને ઇસ્રાએલના લોકોને એકે એકને ભેગા કરશે.

યશાયા 32:13

તમારી ભૂમિમાં કાંટા અને ઝાંખરા ઊગી નીકળ્યા છે. એક વખતના આનંદભર્યા નગરો અને સુખી ઘરો માટે આક્રંદ કરો.

યશાયા 34:13

તેના રાજમહેલમાં અને એના કિલ્લાઓ ઉપર કાંટા અને ઝાંખરા ઊગી નીકળશે. ત્યાં શિયાળવાની બોડ હશે અને ત્યાં શાહમૃગનો વાસ થશે.

ચર્મિયા 2:16

અને હજી મેમ્ફિસના અને તાહપન્હેસના મિસરી સૈન્યે તારી ખોપરી તોડી નાખી. તારું માથું વાઢી નાંખશે.

ચર્મિયા 42:22

અને તેથી તમે ખચીત સમજી લોે કે, તમે જ્યાં જવાનો આગ્રહ રાખો છો, તે મિસરમાં તમે યુદ્ધથી, દુકાળથી અને રોગચાળાથી મૃત્યુ પામશો.”

ચર્મિયા 44:12

યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે મિસર જઇને વસવાનો નિર્ધાર કર્યો છે, તેમને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; કોઇ યુદ્ધમાં મરશે તો કોઇ દુકાળમાં મરશે. નાનામોટા સૌ યુદ્ધમાં કે દુકાળમાં મરી પરવારશે. તેમની દશા જોઇને લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે. સૌ તેમની હાંસી અને નાલેશી કરશે, અને તેમનું નામ શાપરૂપ લેખાશે.

ચર્મિયા 44:13

યરૂશાલેમની જેમ જ મિસરમાં વસનારાઓને પણ હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી સજા કરીશ.

હોશિયા 7:13

વિપત્તિ તેઓને! કારણકે તેઓએ મને છોડી દીધો છે. તેઓનો નાશ થશે! કેમકે તેઓએ મારી વિરૂદ્ધ બંડ પોકાર્યુ છે. હું તેઓને બચાવી લેવા ઇચ્છતો હતો, પણ તેઓ મારા વિષે જૂઠ્ઠુ બોલ્યા છે.

હોશિયા 7:16

તેઓ પાછા આવે છે, પણ મહાન દેવ ભણી, સ્વર્ગ ભણી જોવાને બદલે નિર્માલ્ય દેવો ભણી પાછા વળે છે. તેઓ નિશાન ચૂકી જનાર ધનુષ જેવા છે. તેઓના સરદારો પોતાની તોછડી અવિવેકી જીભને કારણે તેઓ શત્રુઓની તરવારનો ભોગ થઇ પડશે અને મિસરના સર્વ લોકો તેઓની હાંસી ઉડાવશે.

હોશિયા 8:13

એ લોકો બલિ ચઢાવી; તેનો પ્રસાદ ખાય છે, પણ હું એથી પ્રસન્ન થતો નથી. હવે હું એમના ગુના સંભારીને એમને સજા કરીશ. એમને પાછા મિસર જવું પડશે.

હોશિયા 9:3

ઇસ્રાએલના લોકો યહોવાની ભૂમિમાં રહી શકશે નહિ. તેમણે પાછા મિસર જવું પડશે. આશ્શૂરમાં તેમણે નિષિદ્ધ અન્ન ખાવું પડશે.

હોશિયા 10:8

જ્યાં ઇસ્રાએલે પાપ કર્યું છે, તે બેથેલમાં આવેલી આવેનની મૂર્તિની વેદીનો નાશ થશે. તેમની વેદીઓ ઉપર કાંટા ને ઝાંખરાઁ ઊગી નીકળશે. અને પછી લોકો પર્વતોને અને ડુંગરોને કહેશે કે, “અમારા ઉપર પડો અને અમને ઢાંકી દો.”

હોશિયા 11:11

તેઓ મિસરમાંથી પંખીઓનાં ટોળાની જેમ વેગથી આવી પહોંચશે. કબૂતરની જેમ તેઓ આશ્શૂરમાંથી આવશે. અને હું તેઓને ફરીથી તેઓનાં ઘરમાં વસાવીશ.” યહોવાએ આ વચન આપ્યું છે.

ઝખાર્યા 10:10

હું મિસરમાંથી અને આશ્શૂરમાંથી તેમને પાછા લાવી ઘરભેગાં કરીશ; હું તેમને ગિલયાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ; અને ત્યાં પણ તેઓ એટલા બધા હશે કે ત્યાં પૂરતી જગ્યા નહિ હોય.

Interlinear

Choose Theme