Home Bibles હોશિયા 9:12 · ગુજરાતી બાઇબલ
હોશિયા 9:12 · ગુજરાતી બાઇબલ

તેઓ કદાચ બાળકો ઉછેરશે, તો પણ હું તેમને હળી લઇશ. એકનેય હું જીવતું રહેવા દઇશ નહિ. હું તમારી વિમુખ થઇશ અને તમને એકલા તરછોડી દઇશ. તે દિવસ ઘણો દુ:ખદ હશે.

Cross references

ગણના 14:34

ચાળીસ દિબસ સુધી તમે દેશમાં ફરીને તપાસ કરી હતી; તેમ તમે 40વર્ષ સુધી અરણ્યમાં એકદિવસને બદલે એક વર્ષ સુધી તમાંરાં પાપોનો બોજ માંથે ઊચકીને ભટકશો ત્યારે તમને સમજાશે કે માંરી નારાજગીનું પરિણામ કેવું આવે છે?”

ગણના 26:65

કારણ, યહોવાએ તેમને કહ્યું હતું કે યફૂન્નેહનો પુત્ર કાલેબ, અને નૂનના પુત્ર યહોશુઆ સિવાય બધા જ લોકો રણમાં મરણ પામશે. અને ખરેખર બધાજ મરણ પામ્યા. સિવાય કાલેબ અને યહોશુઆ.

પુનર્નિયમ 28:18

તમાંરી સંતતિ ઉપર, ખેતીની ઉપજ ઉપર, તમાંરાં ઢોરઢાંખર ઉપર તથા ઘેટાંબકરાં ઉપર શ્રાપ ઊતરશે.

પુનર્નિયમ 28:32

“તમાંરા પુત્ર-પુત્રીઓને તમાંરાં દેખતાં પરદેશીઓ ઉપાડી જશે, અને રોજ તમે તેમને શોધશો પણ તેઓ તમને મળશે નહિ, પણ તમે કાંઈ મદદ કરી શકશો નહિ.

પુનર્નિયમ 28:41

તમને પુત્ર-પુત્રીઓ પ્રાપ્ત થશે પણ તે તમાંરાં નહિ રહે, કારણ કે તમાંરી પાસેથી લઈ લેવાશે અને તેઓ ગુલામો બનશે.

પુનર્નિયમ 31:17

ત્યારે માંરો કોપ તે લોકો પર ભભૂકી ઊઠશે અને હું તેઓને તજી દઈશ. અને તેમનાથી વિમુખ થઈ જઈશ. તેમના પર અનેક આફતો અને સંકટો ઊતરશે અને તેઓને ભરખી જશે, ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા દેવ આપણી વચ્ચે નથી તેથી આ બધા સંકટો આપણા પર આવે છે.’

પુનર્નિયમ 32:25

ઘર બહાર તરવાર તેમને પૂરા કરશે, ને ઘરમાં ભયથી ફફડી મરશે; જુવાન સ્ત્રી-પુરુષ કે વૃદ્વો, વળી ધાવણાં બાળક પણ નહિ બચે.

ન્યાયાધીશો 4:16

બારાકે તેના સૈન્ય સાથે હરોશેથ-હગોઈમ સુધી સીસરાના રથોનો અને લશ્કરનો પીછો પકડયો. સીસરાનું સમગ્ર સૈન્ય હણાઈ ગયું એકેય માંણસ જીવતો રહેવા પામ્યો નહિ.

1 શમુએલ 16:14

હવે યહોવાનો આત્માં શાઉલ પાસેથી જતો રહ્યો હતો, અને યહોવાનો મોકલાયેલો કોઈ દુષ્ટ આત્માં તેને સતાવતો હતો.

1 શમુએલ 28:15

શમુએલે શાઉલને પૂછયું કે, “તેં શા માંટે મને અહીં બોલાવીને હેરાન કર્યો છે?”શાઉલે કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડયો છું, પલિસ્તીઓ માંરી સામે યુદ્ધે ચડયા છે, યહોવા માંરી પાસેથી જતા રહ્યા છે, તે મને પ્રબોધક માંરફતે કે સ્વપ્ન માંરફતે જવાબ આપતા નથી; એટલે માંરે શું કરવું એ જાણવા મેં તમને બોલાવ્યા છે.”

2 રાજઓ 17:18

આ બધાને કારણે યહોવાનો રોષ ઇસ્રાએલ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા. ફકત યહૂદાનું કુળસમૂહ રહ્યું.

2 રાજઓ 17:23

આખરે પ્રબોધકોએ જે ભવિષ્યકથન કર્યું હતું તે બધું જ બન્યું. એટલે સુધી કે યહોવાએ તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. ઇસ્રાએલીઓને તેમનું વતન છોડવું પડ્યું અને તેમને આશ્શૂર જવા માટે વિદાય કરવામાં આવ્યા, અને આજે પણ તેઓ ત્યાં જ છે.

અયૂબ 27:14

જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તરવારથી હત્યા થવા માટે છે. અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.

ચર્મિયા 15:7

પ્રદેશના દરવાજા આગળ મેં તેઓને સૂપડાથી ઝાટક્યાં છે; મેં મારા લોકોને નિ:સંતાન તથા નષ્ટ કર્યા છે; કારણ કે તેઓએ પોતાના સર્વ દુષ્ટ માગોર્ તજીને મારા તરફ પાછા ફર્યા નથી.

ચર્મિયા 16:3

કારણ, આ જગ્યાએ જન્મેલા બાળકો વિષે અને તેમને જન્મ આપનાર માતાપિતા વિષે હું કહું છું કે,

યર્મિયાનો વિલાપ 2:20

આજુબાજુ જુઓ હે યહોવા! જો તું કોને દુ:ખી કરી રહ્યો છે? શું માતાઓ તેમના જ પોતાના બાળકોને ખાય? શું તારા યાજકો અને પ્રબોધકોને તારા જ પવિત્રસ્થાનમાં મારી નાંખવામાં આવે?

યર્મિયાનો વિલાપ 2:22

જાણે કે ઉત્સવનો દિવસ હોય તેમ, તેં ચારે બાજુથી મારા ભયંકર દુશ્મનોને બોલાવ્યા છે. તારા રોષને દિવસે કોઇ છટકવા ન પામ્યા. તેમણે લાડથી ઉછરેલાં સહુને વધેરી નાખ્યાં છે અને શત્રુઓએ કોઇનેય જીવતો રાખ્યો નથી.

હોશિયા 7:13

વિપત્તિ તેઓને! કારણકે તેઓએ મને છોડી દીધો છે. તેઓનો નાશ થશે! કેમકે તેઓએ મારી વિરૂદ્ધ બંડ પોકાર્યુ છે. હું તેઓને બચાવી લેવા ઇચ્છતો હતો, પણ તેઓ મારા વિષે જૂઠ્ઠુ બોલ્યા છે.

હોશિયા 9:5

તમે મુકરર પર્વના દિવસોમાં એટલે યહોવાના ઉત્સવોના દિવસોમાં શું કરશો?

હોશિયા 9:13

જ્યારે મેં પહેલીવાર જોયું ત્યારે એફ્રાઇમ એક ફળદ્રુપ ધરતી પર રોપેલા તાડના વૃક્ષ જેવું લાગતું હતું, પણ હવે એફ્રાઇમ તેના સંતાનોને યુદ્ધમાં મરવા માટે મોકલવા બહાર લાવશે.

હોશિયા 9:16

ઇસ્રાએલને સડો લાગ્યો છે, તેના મૂળીયાં સુકાઇ ગયા છે, એને ફળ નહિ આવે; અને તેમને સંતાન થાય તો પણ હું તેમના વહાલાં સંતાનોનો સંહાર કરીશ.”

Interlinear

Choose Theme