Home Bibles હોશિયા 14:6 · ગુજરાતી બાઇબલ
હોશિયા 14:6 · ગુજરાતી બાઇબલ

તેને નવા ફણગાં ફૂટશે, અને તેની ડાળીઓ ફેલાઇ જશે, તેનો દેખાવ એક સુંદર જૈંતવૃક્ષ જેવો હશે અને લબાનોનના ગંધતરુઁઓ જેવી તેની સુવાસ હશે.

Cross references

ઊત્પત્તિ 27:27

તેથી યાકૂબ પોતાના પિતાની પાસે ગયો અને ચુંબન કર્યુ. ઇસહાકે, એસાવનાં વસ્રોની ગંધ પારખી અને તેને આશીર્વાદ આપ્યા. ઇસહાકે કહ્યું,“અરે! માંરા પુત્રના શરીરની વાસ તો યહોવાએ આશીર્વાદ આપેલા ખેતરની વાસ જેેવી છે.

ગીતશાસ્ત્ર 52:8

પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું. હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.

ગીતશાસ્ત્ર 80:9

તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી, તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા, અને તેનાથી દેશ ભરપૂર થયો.

ગીતશાસ્ત્ર 128:3

પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે; તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.

સભાશિક્ષક 4:11

મારી નવોઢા, મધપૂડાની જેમ ટપકે છે મીઠાશ તારા હોઠમાંથી; તારી જીભ તળે મધને દૂધ છે; અને તારા વસ્રોની ખુશ્બો લબાનોનના દેવદારોના વૃક્ષોની ખૂશ્બો જેવી છે.

યશાયા 27:6

પછી એવો સમય આવશે જ્યારે ઇસ્રાએલી યાકૂબના વંશજના લોકો દ્રાક્ષનાવેલાની જેમ પોતાનાં મૂળ નાખશે; તે જમીનમાં તેના દ્રાક્ષ વેલાની જેમ ફૂલશે-ફાલશે, અને સમગ્ર પૃથ્વીને ફળોથી ભરી દેશે.”

યશાયા 35:2

તે ખીલશે અને તેને ફૂલો આવશે અને આનંદથી ભરેલી હશે અને ગુંજતી હશે. તેને લબાનોન પર્વતની સુંદર ભવ્યતા અને કામેર્લ પર્વત તથા શારોનની લીલીછમ ધરતીનો વૈભવ પ્રાપ્ત થશે; કારણ કે તેઓ યહોવાનો મહિમા, આપણા દેવની ભવ્યતા જોશે.

યશાયા 66:14

તમે જ્યારે યરૂશાલેમને જોશો ત્યારે તમારા હૃદયમાં આનંદ થશે; તમારી તંદુરસ્તી લીલોતરીની જેમ ઉગશે. યહોવાનો ભલાઇનો હાથ તેમના લોકો પર છે, અને તેમનો કોપ તેમના શત્રુઓ પર છે, તે સર્વ પ્રજાઓ જોઇ શકશે.

ચર્મિયા 11:16

એક વખતે હું તમને મનોહર ફળથી લચી જતું જૈતૂનનું વૃક્ષ કહીને બોલાવતો હતો, પણ અત્યારે હું મોટા કડાકા સાથે તારાં પાંદડાને સળગાવી મૂકું છું અને ડાળીઓને ભાંગી નાખું છું.

યર્મિયાનો વિલાપ 17:5

ત્યાર પછી તેણે એક બીજ તે જમીન પરથી લીધું અને નદીકાંઠાની ફળદ્રુપ ભૂમિમાં વાવ્યું, જ્યાં પાણીનો તોટો નહોતો. અને તેણે તે બીજને પાણી પાયું.

યર્મિયાનો વિલાપ 31:3

તું બાબિલના સુંદર ઘટાદાર શાખાઓવાળા કેદારવૃક્ષ સમો છે. તારો છાંયો ખૂબ વિશાળ છે અને તું એટલો ઉંચો છે કે તું વાદળાને અડકે છે.

દારિયેલ 4:10

હું ઊંઘતો હતો ત્યારે મને સંદર્શન થયું, પૃથ્વીની મધ્યમાં એક વૃક્ષ મેં જોયું, તેની ઊંચાઇ ઘણી વધારે હતી.

હોશિયા 6:3

ચાલો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ; તે આપણને ઉગતા સૂરજની જેમ ચોક્કસ પ્રાપ્ત થશે. વસંતઋતુંમાં પૃથ્વીને લીલીછમ કરનાર છેલ્લા વરસાદની જેમ, તે આવશે.

માથ્થી 13:31

પછી ઈસુએ લોકોને બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય રાઈના બી જેવું છે જેને માણસે લઈને તેના ખેતરમાં વાવ્યું.

યોહાન 15:1

ઈસુએ કહ્યું, “હું ખરો દ્રાક્ષાવેલો છું; મારો પિતા માળી છે.

રોમનોને પત્ર 11:16

જો રોટલીનો પ્રથમ ટૂકડો દેવને અર્પણ કરવામાં આવે છે, તો તે આખી રોટલી પવિત્ર બની જાય છે. જો વૃક્ષનાં મૂળિયાં પવિત્ર હોય તો વૃક્ષની ડાળીઓ પણ પવિત્ર હોય છે.

2 કરિંથીઓને 2:14

પરંતુ દેવની સ્તુતિ થાઓ. ખ્રિસ્ત થકી દેવ હંમેશા આપણને વિજયી કરીને દોરી જાય છે. દેવ તેના જ્ઞાનના મધુર સુંગંધીત અત્તરની સુવાસની જેમ બધે ફેલાવવામાં આપણો ઉપયોગ કરે છે.

ફિલિપ્પીઓને પત્ર 4:18

મારી પાસે જરૂર કરતાં પણ વધારે છે. મારે જરૂરી બધી વસ્તુઓ છે કારણ કે એપાફદિતસ તમે આપેલ દાન લાવ્યો હતો. તમારું દાન દેવને ઘરેલું મધુર મહેકતા અર્પણ જેવું છે. દેવે તે અર્પણ સ્વીકાર્યુ અને પ્રસન્ન થયો.

Interlinear

Choose Theme