Home Bibles હોશિયા 13:4 · ગુજરાતી બાઇબલ
હોશિયા 13:4 · ગુજરાતી બાઇબલ

યહોવા કહે છે: “તમે મિસરમાં હતાં ત્યારથી હું, યહોવા તમારો દેવ છું. મારા સિવાય તમારો કોઇ અન્ય દેવ નથી. અને મારા વિના તમારો કોઇ તારણહાર નથી.

Cross references

નિર્ગમન 20:2

“હું તમાંરો દેવ યહોવા છું, જે તમને મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ હતાં ત્યાંથી બહાર લઈ આવ્યો હતો. તેથી તમાંરે આ આદેશો માંનવા પડશે:

ગીતશાસ્ત્ર 81:9

અન્ય દેવતાઓની આરાધના તમારે કદાપિ કરવી નહિ, અને ઘરમાં મૂર્તિ રાખવી નહિ.

યશાયા 43:3

કારણ કે હું યહોવા તારો દેવ છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા તારો ઉદ્ધારક છું, તારી મુકિતના બદલામાં મેં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે.

યશાયા 43:10

યહોવા કહે છે, “તું મારો સાક્ષી છે, તું મારો સેવક છે, હું જેને મેં પસંદ કર્યો છે, જેથી તું જાણી શકે અને મારા પર વિશ્વાસ મૂકી શકે અને સમજી શકે કે ફકત હું જ દેવ છું.

યશાયા 43:11

હું, હું જ યહોવા છું; અને મારા સિવાય કોઇ તમારો ઉદ્ધાર કરી શકે તેમ નથી;

યશાયા 44:6

ઇસ્રાએલનો રાજા અને તેના ઉદ્ધારક સૈન્યોના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: “હું જ આદિ છું અને હું જ અંત છું; મારા સિવાય કોઇ બીજો દેવ નથી.

યશાયા 45:21

આગળ આવો અને તમારો દાવો રજૂ કરો; ભેગા મળીને નક્કી કરો.“ભૂતકાળમાં કોણે આ ભવિષ્ય ભાખ્યું હતું? કોણે આ પહેલાથી કહ્યું હતું? શું હું એ યહોવા નહોતો? મારા સિવાય બીજો કોઇ દેવ નથી, જે વિજયવંત અને ઉદ્ધાર કરવા માટે સમર્થ હોય.

હોશિયા 12:9

યહોવા કહે છે, “તમને મિસરમાંથી બહાર લાવ્યો ત્યારથી હું તમારો દેવ યહોવા છું. હું તમને મુકરર પર્વના દિવસોની જેમજ મંડપોમાં રહેતાં કરીશ.

હોશિયા 12:10

મેં તમને ચેતવણી આપવા માટે મારા પ્રબોધકો તમારી પાસે મોકલ્યા. મેં જ તેઓને અનેક સંદર્શનો આપ્યાં અને તેમને તમારી પાસે દ્રષ્ટાંતો સાથે મોકલ્યા.

યૂના 2:10

યહોવાએ માછલીને આજ્ઞા કરી, ને તેણે યૂનાને કોરી જમીન પર ઓકી નાખ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 4:12

માત્ર ઈસુ એકલો જ લોકોનું તારણ કરી શકે તેમ છે. દુનિયામાં તેના એકલાના નામમાં જ આ સાર્મથ્ય છે. જે લોકોનું તારણ કરવા માટે આપવામાં આવેલ છે. ઈસુના વડે આપણું તારણ થવું જોઈએ!”

Interlinear

Choose Theme