Home Bibles ☰ Books હોશિયા 12:6 · ગુજરાતી બાઇબલ
હોશિયા 12:6 · ગુજરાતી બાઇબલ

તે માટે તમે દેવ ભણી પાછા ફરો. પ્રેમ અને ન્યાયને વળગી રહો. દેવ તમને મદદ કરશે તેવી આશા સાથે રાહ જોતા રહો.

Cross references

ઊત્પત્તિ 49:18

ઓ યહોવા! તું કયારે તારણ કરે એની હું વાટ જોઉં છું.”

નિર્ગમન 3:15

દેવે મૂસાને એ પણ કહ્યું, “તમે લોકોને જે કહેશો તે એ કે, ‘તમાંરા પિતૃઓના દેવ યહોવાઓ, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના દેવે મને તમાંરી પાસે મોકલ્યો છે. માંરું નામ સદાને માંટે યહોવા રહેશે અને પેઢી દરપેઢી લોકો મને એ નામે જ ઓળખશે.”‘

ગીતશાસ્ત્ર 27:14

તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ; તેઓ જરૂર આવશે અને તને બચાવશે; બળવાન થા અને હિંમત રાખ; હા, તું યહોવાની રાહ જોજે, તેઓ તને સહાય કરશે.

ગીતશાસ્ત્ર 37:7

યહોવાની સમક્ષતામા શાંત થાં, અને ધીરજથી તેમની વાટ જો, જે કુયુકિતઓથી ફાવી જાય છે એમના પર તું ખીજવાતો નહિં.

ગીતશાસ્ત્ર 123:2

જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે; જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે; તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.

ગીતશાસ્ત્ર 130:5

તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું, મારો આત્મા તેમની રાહ જુએ છે, હું તેમના વચન પર આધાર રાખું છું.

નીતિવચનો 1:23

જો તમે મારી ચેતવણી સાંભળશો તો હું મારો આત્મા તમારા પર રેડીશ અને મારા વચનો તમને જણાવીશ.

નીતિવચનો 21:3

યહોવાને યજ્ઞ કરતાં નેકીનાં કૃત્યો અને ન્યાય વધારે પસંદ છે.

યશાયા 1:16

“સ્નાન કરીને શુદ્ધ થાઓ. મારી આંખ આગળ દુષ્કૃત્યો કરવાનું બંધ કરો, ભૂંડા કામ કરવાના છોડી દો. અને ભલું કરતાં શીખો.

યશાયા 8:17

યહોવાની સહાય માટે હું આશા રાખીશ. જો કે હાલમાં તે પોતાનું મુખ યાકૂબનાં સંતાનોથી સંતાડે છે છતાં પણ મારી આશા ફકત તેમનામાં જ છે.

યશાયા 30:18

તેમ છતાં યહોવા તમારા પર કૃપા કરવાની રાહ જોઇ રહ્યો છે, તમારા પર દયા કરવાને તલપી રહ્યો છે; કારણ કે યહોવા તો ન્યાયનો દેવ છે, તેને ભરોસે રહેનાર સર્વ આશીર્વાદિત છે.

યશાયા 31:6

“હે ઇસ્રાએલના લોકો, તમે જેનો ભારે અપરાધ કર્યો છે તેની પાસે પાછા આવો.

Interlinear

Choose Theme