Home Bibles હિબ્રૂઓને પત્ર 9:14 · ગુજરાતી બાઇબલ
હિબ્રૂઓને પત્ર 9:14 · ગુજરાતી બાઇબલ

ખ્રિસ્તનું લોહી આપણે જે દુષ્ટ કાર્યો કર્યા છે, તેમાંથી આપણા હ્રદયોને વિશેષ શુદ્ધ કરશે જેથી આપણે જીવંત દેવની સેવા કરી શકીએ. તેથી ખ્રિસ્તે સનાતન આત્માની સહાય વડે દોષ વગરનું બલિદાન દેવને આપ્યું અને નિષ્કલંક બન્યો.

Cross references

લેવીય 22:20

તેથી તમાંરે ખોડવાળું પશુ ચઢાવવું નહિ, નહિ તો તે અસ્વીકાર્ય થશે.

ગણના 19:2

“ઇસ્રાએલના લોકોને આ કાનૂનો જણાવ: તેઓ ખોડખાંપણ વગરની અને કદી જોતરાઈ ના હોય તેવી એક લાલ ગાય મૂસા અને હારુન પાસે લાવે.

ગણના 28:3

તમાંરે નિયત સમયે મને આગમાં બનાવેલું ખાદ્યાર્પણ ધરવું, તેની સુગંધ મને પ્રસન્ન કરે છે.” તેથી તમાંરે નીચે મુજબ અર્પણ ચઢાવવું. પ્રતિદિન તમાંરે એક વર્ષના ખોડખાંપણ વગરના બે નર હલવાનોનું દહનાર્પણ કરવું જ.

ગણના 28:9

“વિશ્રામવારને દિવસે તમાંરે ખોડખાંપણ વિનાના એક વર્ષની ઉમરના બે હલવાન, ખાદ્યાર્પણ તરીકે તેલે મોયેલા 16વાટકા મેંદાનો લોટ અને નક્કી કરાયેલી માંત્રામાં દ્રાક્ષારસ ધરાવવો.

ગણના 28:11

“પ્રત્યેક મહિનાના પ્રથમ દિવસે તમાંરે યહોવાને દહનાર્પણમાં 2વાછરડા, એક ઘેટો અને 1વર્ષની ઉમર ના 7નર હલવાનો ખોડખાંપણ વગરના ચઢાવવાં.

પુનર્નિયમ 5:26

પૃથ્વી પર એવી કોઈ વ્યકિત નથી જેણે, જીવતા દેવને અગ્નિમાંથી બોલતા સાંભળ્યા હોય આપણી જેમ, અને હજી જીવતું હોય.

પુનર્નિયમ 15:21

“પરંતુ જો તેમનાંમાં કોઈ ખોડખાંપણ હોય, તે લુલૂ,લંગડુ કે આંધળુ હોય અથવા તેને બીજી કોઇ મોટી ખોડ હોય, તો તમાંરે તેને તમાંરા દેવ યહોવાને ધરાવવું નહિ.

પુનર્નિયમ 17:1

“તમાંરા દેવ યહોવાને તમાંરે ખોડખાંપણવાળાં બળદ કે ઘેટું અર્પણ કરવાં નહિ. કારણ કે આવાં બલિદાનો યહોવાને ધૃણાપાત્ર છે.

પુનર્નિયમ 31:27

મૂસાએ તેઓને કહ્યું, તમે કેવા બળવાખોર અને હઠીલા છો તે હું જાણું છું. હું હજી તમાંરી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો, તો માંરા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો!

પુનર્નિયમ 33:27

સનાતન દેવ તમાંરો રક્ષક છે, તેના અનંત બાહુ તને ઝીલી લે છે. તેણે દુશ્મનોને તારી આગળથી હાકી કાઢયા છે, અને તને એમનો વિનાશ કરવાની આજ્ઞા કરી છે.

1 શમુએલ 17:26

દાઉદે ત્યા ઊભેલા માંણસોને પૂછયું, “જે કોઈ આ પલિસ્તીને માંરી નાખે અને ઇસ્રાએલીઓની નામોશી ભૂંસી નાખે તેને શું ઇનામ મળે? આખરે આ ગોલ્યાથ છે કોણ? તે કોઇ જ નથી. એક વિદેશી થઇને જીવતાજાગતા દેવના સૈન્યનો તિરસ્કાર કરવાની હિંમત તે કેવી રીતે કરી શકે?”

2 શમએલ 4:11

તેથી હવે માંરે તમને બન્ને દુષ્ટોને માંરી નાખવા જોઇએ, કેમકે તમે એક નિદોર્ષ માંણસને એના શયનખંડમાં પથારી પર માંરી નાખ્યો છે. હવે હું તેનુ લોહી તમાંરા હાથોમાંથી માંગું છું અને હું તમને ધરતી પરથી રવાના કરીશ!

2 રાજઓ 19:16

હે યહોવા, તમે કાન દઈને સાંભળો, તમારી આંખો ઉઘાડો અને જુઓ, અને ધ્યાનથી સાંભળો કે કેવી રીતે સાન્હેરીબ હાજરાહજુર દેવની મશ્કરી કરે છે.

અયૂબ 15:16

મનુષ્ય તો અધમમાં અધમ છે. મનુષ્ય મલિન અને અપ્રામાણિક છે. પછી માણસનું શું તે જે પાપોને પાણીની જેમ પી જાય છે.

યશાયા 42:1

યહોવા કહે છે, “જુઓ, આ મારો સેવક છે, જેનો મેં હાથ જાલ્યો છે, એ મારો પસંદ કરેલો છે, જેના પર હું પ્રસન્ન છું, એનામાં મેં મારા આત્માનો સંચાર કર્યો છે, અને તે જગતના સર્વ લોકોમાં ન્યાયની આણ વર્તાવશે.

યશાયા 53:9

દુષ્ટો વચ્ચે તેની કબર બનાવવામાં આવી હતી અને તેનો મકબરો ધનિકો વચ્ચે મૂકવામાં આવ્યો હતો, જો કે તેણે કોઇ હિંસા આચરી નહોતી, કે કોઇ કપટ ઉચ્ચાર્યું નહોતું.

યશાયા 57:15

જે અનંતકાળથી ઉચ્ચ અને ઉન્નત છે, તેવા પવિત્ર દેવ આ પ્રમાણે કહે છે, “હું ઉન્નત અને પવિત્રસ્થાનમાં વસું છું, પણ જેઓ ભાંગી પડ્યા છે અને નમ્ર છે તેમની સાથે પણ હું રહું છું. નમ્ર લોકોમાં હું નવા પ્રાણ પૂરું છું અને ભાંગી પડેલાઓને ફરી બેઠા કરું છું.

યશાયા 61:1

યહોવા મારા માલિકે, તેનો આત્મા મારામાં મૂક્યો છે, કારણ, તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને દીનદુ:ખીઓને શુભસમાચાર સંભળાવવા, ભાંગેલા હૈયાના ઘા રૂઝાવવા, કેદીઓને છુટકારાની, ને બંદીવાનોને મુકિતની જાહેરાત કરવા મોકલ્યો છે.

ચર્મિયા 10:10

પરંતુ યહોવા તો સાચેસાચ દેવ છે, એ જીવતાજાગતા દેવ છે, શાશ્વત અધિપતિ છે. તે જ્યારે રોષે ભરાય છે ત્યારે ધરતી ધ્રુજી ઊઠે છે; પ્રજાઓ એમના ક્રોધાગ્નિને ખમી શકતી નથી.

દારિયેલ 6:26

“સાદર પ્રણામ સાથે લખવાનું કે, આથી હું એવો હુકમ કરું છું કે, મારા આખા સામ્રાજ્યમાં સર્વ લોકોએ દાનિયેલના દેવનો ભય રાખવો અને તેને માન આપવું. કારણકે તે જીવંત દેવ અને અધિકારી છે. તેમનું રાજ્ય અવિનાશી છે અને તેમની સત્તાનો અંત આવતો નથી.

દારિયેલ 9:24

“તમારા લોકો માટે અને તમારી નગરી માટે સિત્તેર અઠવાડિયાં નક્કી થયાં છે, જેમાં દુષ્કૃત્યો બંધ કરવાના છે, પાપનો અંત લાવવાનો છે, અપરાધોની સજા ભોગવવાની છે. અને સૌથી પવિત્રને સમપિર્ત થવાનું છે.

માથ્થી 7:11

તમે ભૂડા છતાં તમે પોતાના બાળકોને સારો ખોરાક આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસે માંગશો તો તમને જરૂર સારી વસ્તુઓ આપશે.

માથ્થી 12:28

પણ હું તો ભૂતોને કાઢવા દેવના આત્માના સાર્મથ્યનો ઉપયોગ કરું છું. જે બતાવે છે કે હવે દેવનું રાજ્ય તમારી નજીક આવી રહ્યું છે.

માથ્થી 20:28

તમારે માણસના દીકરા જેવા થવું જોઈએ, માણસનો દીકરો સેવા કરાવવા નહિ પણ સેવા કરવા અને ઘણા લોકોને માટે મુક્તિ મૂલ્ય તરીકે પોતાનું જીવન સમર્પણ કરવા આવ્યો છે.”

લૂક 1:74

દુશ્મનોની સત્તામાંથી બચાવશે. તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.

લૂક 4:18

“પ્રભુનો આત્મા મારામાં સમાયેલો છે. પ્રભુએ જે લોકો પાસે કશું નથી એવા લોકોને સુવાર્તા આપવા, કેદીઓને તેમની મુક્તિ જાહેર કરવા, આંધળાઓને દષ્ટિ આપવા જેથી તેઓ ફરીથી જોઈ શકે તથા કચડાયેલા લોકોને મુક્ત કરવા મારો અભિષેક કર્યો છે.

લૂક 12:24

પક્ષીઓ તરફ જુઓ, તેઓ વાવતા નથી કે લણતાં નથી. પક્ષીઓ વખારમાં કે ઘરમાં અનાજ બચાવતા નથી. પરંતુ દેવ તેમની સંભાળ રાખે છે. અને તમે તો પક્ષીઓ કરતાં ઘણા મૂલ્યવાન છો.

લૂક 12:28

એ પ્રમાણે દેવ ખેતરના ઘાસને સુંદર વસ્ત્રો પહેરાવે છે તેમ ઘાસ આજે જીવે છે. પણ આવતીકાલે તેને બાળી નાખવા આગમાં નંખાય છે. તેથી તું જાણ કે દેવ તને વધારે સારું પહેરાવશે. તેથી આવો અલ્પવિશ્વાસ ન રાખો.

યોહાન 3:34

દેવે તેને (ઈસુ) મોકલ્યો છે. અને તે દેવ જે કહે છે તે જ કહે છે. દેવે તેને અમાપ આત્મા આપ્યો છે.

પ્રેરિતોનાં ક્રત્યો 1:2

મેં ઈસુના જીવનના આરંભથી તેને જે દિવસથી આકાશમાં લઈ લેવામાં આવ્યો ત્યાં સુધીના સમગ્ર જીવન વિષે લખ્યું છે. આ બનતાં પહેલાં, ઈસુએ પોતે પસંદ કરેલા પ્રેરિતો સાથે વાત કરી. પવિત્ર આત્માની સહાયથી ઈસુએ પ્રેરિતોને તેઓએ શું કરવું જોઈએ તે કહ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 10:38

તમે નાસરેથના ઈસુ વિષે જાણો છો. દેવે તેને પવિત્ર આત્મા અને સાર્મથ્યથી અભિષિક્ત કરીને ખ્રિસ્ત બનાવ્યો. ઈસુ લોકોનું સારું કરવા બધે જ ગયો. ઈસુએ શેતાનથી પીડાતા લોકોને સાજા કર્યા. આ દર્શાવે છે કે ઈસુ સાથે દેવ હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 14:15

“સજ્જનો, તમે આ બધું શા માટે કરો છો? અમે દેવો નથી! અમારે પણ તમારા જેવી લાગણીઓ છે. અમે તમને સુવાર્તા કહેવા આવ્યા છે. અમે તમને આ નિરર્થક વસ્તુઓ તરફથી પાછા ફરવાનું કહીએ છીએ. ઉત્પન્ન કરનાર જીવતા દેવ તરફ ફરો. તેણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને તેઓના માં રહેલી પ્રત્યેક વસ્તુઓનું સર્જન કર્યુ છે.

રોમનોને પત્ર 1:4

પવિત્ર આત્માના પ્રતાપે મૂએલામાંથી પાછા ઉઠવાના પરાક્રમથી તેને દેવનો દીકરો જાહેર કરવામાં આવ્યો હતો.

રોમનોને પત્ર 1:20

દેવની બાબતમાં કેટલીક વસ્તુઓ એવી છે જે જોઈ ન શકાય તેવી છે. જેમ કે દેવનું સનાતન પરાક્રમ અને એવા અન્ય બધા જ ગુણો કે જે તેને દેવ બનાવે છે. પરંતુ આ જગતનો પ્રારંભ થયો ત્યારથી એ બધી બાબતો ઘણી સરળતાથી લોકો સમજી શકે એમ છે. દેવે જે વસ્તુઓનું સર્જન કર્યું છે, એનું દર્શન કરીને દેવ વિષેની આ બાબતો લોકો સરળતાથી સમજી શકે છે. તેથી લોકો જે ખરાબ કાર્યો કરી રહ્યાં છે તેના પાપામાંથી છટકવા કોઈ પણ બહાનું ચાલશે નહિ.

રોમનોને પત્ર 6:13

પાપકર્મમાં તમારા શરીરનાં અવયવોને સમર્પિત ન કરો. અનિષ્ટ કાર્યો કરવાના સાધન તરીકે તમે તમારાં શરીરોનો ઉપયોગ ન કરો. પરંતુ તમારે પોતે દેવને સમર્પિત થઈ જવું જોઈએ. જે લોકો મરણ પામીને પણ હવે ફરીથી સજીવન થયા છે એવા તમે થાવ. તમારાં શરીરનાં અવયવો દેવને સમર્પિત કરો જેથી શુભ કાર્યો માટે એનો ઉપયોગ થાય.

રોમનોને પત્ર 6:22

પરંતુ હવે તમે પાપની ગુલામીમાંથી મુક્ત થઈને દેવના દાસ થયા છો. અને આ (પરિવર્તન) તમને એવું જીવન આપશે કે જે માત્ર દેવને જ સમર્પિત હોય. અને એના દ્વારા તમને અનંતજીવન પ્રાપ્ત થશે.

રોમનોને પત્ર 11:12

જો કે યહૂદિઓની ભૂલ આખી દુનિયા માટે સમૃદ્ધ આશીર્વાદો લઈ આવી. અને યહૂદિઓએ જે ખોયું તે બાબતે બિનયહૂદિ લોકો માટે અઢળક આશિષ લાવી. દેવની ઈચ્છા પ્રમાણે યહૂદિઓ જ્યારે લોકો પ્રત્યેક દયાળુ બનશે ત્યારે આખી દુનિયા ખરેખર વધારે સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત કરશે.

રોમનોને પત્ર 11:24

કોઈ જંગલી ડાળી એક સારા વૃક્ષનું અંગ બને એ કાંઈ કુદરતી ઘટના નથી. તમે બિનયહૂદિઓ તો કોઈ જંગલી જૈતૂન વૃક્ષની તૂટેલી ડાળી જેવા છો. અને એક સારા જૈતૂન વૃક્ષ સાથે તમને જોડવામાં આવ્યા હતા. પરંતુ પેલા યહૂદિઓ તો સારા વૃક્ષની ફૂટેલી ડાળી જેવા છે. તેથી, તેમના પોતાના અસલ વૃક્ષ સાથે તેમને ફરીથી જોડી શકાય છે.

2 કરિંથીઓને 5:21

ખ્રિસ્ત નિષ્પાપી હતો, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે માટે પાપરૂપ કર્યો. દેવે આમ અમારાં માટે કર્યુ કે જેથી અમે ખ્રિસ્તમાં દેવ સાથે સત્યનિષ્ઠ બની શકીએ.

2 કરિંથીઓને 6:16

દેવના મંદિર અને મૂર્તિઓ વચ્ચે કોઈ જાતનો કરાર હોઈ શકે? આપણે જીવતા દેવનું મંદિર છીએ, જેમ દેવ કહે છે કે:“હું તેઓની સાથે જીવીશ અને તેઓની સાથે ચાલીશ, હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોક થશે.” લેવીય 26:11-12

Interlinear

Choose Theme