હિબ્રૂઓને પત્ર 7:21 · ગુજરાતી બાઇબલ
પણ ઈસુ તો દેવના વચન સાથે યાજક બન્યો. દેવે તેને કહ્યું: “પ્રભુએ સમ ખાધા છે, તે તેનો વિચાર કદી બદલશો નહિ: તું સનાતન યાજક છે.” ગીતશાસ્ત્ર 110:4
Cross references
1 શમુએલ 15:29
ઇસ્રાએલનો મહાન દેવ યહોવા કદી જૂઠું બોલતો નથી કે, પોતાનો નિર્ણય બદલતો નથી. તે માંણસ જેવો નથી જે પસ્તાય અને તેનો નિર્ણય ફેરવે.”
ગીતશાસ્ત્ર 110:4
યહોવાએ પ્રતિજ્ઞા કરી, “તું મલ્ખીસદેકની જેમ, સદાને માટે યાજક છે; તેમનું આ વચન તે કદી રદબાતલ કરશે નહિ.”
હિબ્રૂઓને પત્ર 6:16
માણસ પોતાના કરતાં મહાન વ્યક્તિના નામે શપથ લે છે. અને શપથથી સઘળી તકરારોનો અંત આવે છે.
હિબ્રૂઓને પત્ર 7:17
શાસ્ત્રોમાં એના વિષે કહેવામાં આવ્યું છે કે: “તું મલ્ખીસદેકહતો તેના જેવો જ સનાતન યાજક છે.”