Home Bibles ☰ Books હિબ્રૂઓને પત્ર 4:7 · ગુજરાતી બાઇબલ
હિબ્રૂઓને પત્ર 4:7 · ગુજરાતી બાઇબલ

પરંતુ દેવે આ માટે બીજો દિવસ નક્કિ કર્યો. અને તે “આજનો દિવસ” કહેવાય છે. દેવે આ દિવસની આગાહી ઘણા વર્ષો બાદ દાઉદ રાજા મારફતે કરી હતી. તેવું પવિત્રશાસ્ત્રમાં બતાવ્યું છે જેનો અમે હમણાં ઉલ્લેખ કર્યો: “આજે જો તમે દેવની વાણી સાંભળો, તો જેમ ભૂતકાળમાં કર્યુ તેમ તમારું હ્રદય તેની વિરૂદ્ધ કઠણ કરશો નહિ.” ગીતશાસ્ત્ર 95:7-8

Cross references

2 શમએલ 23:1

દાઉદનાં અંતિમ વચનો આ છે: આ વચનો યશાઇનો પુત્ર દાઉદ તરફથી છે. આ વચનો એ માંણસ તરફથી છે કે જેને યાકૂબના દેવે રાજા તરીકે અભિષિકત કર્યો હતો, જે ઇસ્રાએલનો મધુર ગાયક છે.

1 રાજઓ 6:1

ઇસ્રાએલીઓ મિસરમાંથી 480 વર્ષ પછી બહાર આવ્યા પછી, રાજા સુલેમાંનના ઇસ્રાએલ પરના શાસનનું ચોથું વર્ષ હતું, બીજા મહિનામાં એટલે કે ઝીવ માંસમાં તેણે યહોવાના મંદિરનું બાંધકામ શરૂ કર્યું.

ગીતશાસ્ત્ર 95:7

કારણ તે આપણા દેવ છે, આપણે તેના ચારાના લોક અને તેના હાથના ઘેટાં છીએ. આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!

માથ્થી 22:43

ઈસુએ તેઓને ફરીથી પ્રશ્ન કર્યો, “તો પછી પવિત્ર આત્માની પ્રેરણાથી દાઉદ તેને ‘પ્રભુ’ કેમ કહે છે.

માર્ક 12:36

પવિત્ર આત્માની મદદથી, દાઉદ તેની જાતે કહે છે: ‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને (ખ્રિસ્તને) કહ્યું: મારી પાસે જમણી બાજુએ બેસ, અને હું તારા દુશ્મનોને તારા અંકુશમાં મૂકીશ.’ ગીતશાસ્ત્ર 110:1

લૂક 20:42

ગીતશાસ્ત્રમાં દાઉદ પોતે કહે છે કે: ‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને (ખ્રિસ્ત) કહ્યું કે: તું મારી જમણી બાજુએ બેસ,

પ્રેરિતોનાં ક્રત્યો 2:29

“મારા ભાઈઓ, હું તમને આપણા પૂર્વજ દાઉદના સંદર્ભમાં સાચું કહીશ. તે મૃત્યુ પામ્યોં હતો અને તેને દફનાવવામાં આવ્યો હતો. તેની કબર આજે પણ આપણી પાસે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 2:31

દાઉદે તે થતાં પહેલા આ જાણ્યું. તેથી તે વ્યક્તિના સંદર્ભમાં દાઉદે આમ કહ્યું: ‘તેને મૃત્યુની જગ્યાએ રહેવા દેવામાં આવ્યો ન હતો. તેનું શરીર કબરમાં સડવા દીધું નહિ.’દાઉદ મૃત્યુમાંથી પુનરુંત્થાન પામેલ ખ્રિસ્તના સંદર્ભમાં કહેતો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:20

આ બધું લગભગ 450વર્ષમાં બન્યું.“આ પછી, દેવે આપણા લોકોને શમુએલ પ્રબોધકના સમય સુધી ન્યાયાધીશો આપ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 28:25

તેઓ દલીલ કરતા હતા. યહૂદિઓ જવા તૈયાર હતા, પણ પાઉલે તેમને એક વધારાની બાબત કહીં, “પવિત્ર આત્માએ યશાયા પ્રબોધક દ્ધારા તમારા પૂર્વજોને સત્ય કહ્યું છે. તેણે કહ્યું,

હિબ્રૂઓને પત્ર 3:7

એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ: “જો તમે આજે દેવની વાણી સાંભળો તો,

હિબ્રૂઓને પત્ર 3:15

શાસ્ત્રમાં કહેલું છે કે: “જો આજે તમે દેવની વાણી સાંભળો, તો અરણ્યમાં જેમ ઇસ્ત્રાએલ પ્રજાએ જે રીતે દેવ વિરૂદ્ધ બળવો કર્યો, તેમ તમે તમારા હ્રદય દેવ વિરૂદ્ધ કઠોર કરશો નહિ.” ગીતશાસ્ત્ર 95:7-8

Interlinear

Choose Theme