Home Bibles ☰ Books હિબ્રૂઓને પત્ર 10:9 · ગુજરાતી બાઇબલ
હિબ્રૂઓને પત્ર 10:9 · ગુજરાતી બાઇબલ

પછી તેણે કહ્યું, ‘હે દેવ! હું આ રહ્યો, તારી ઇચ્છા પૂર્ણ કરવા હું આવ્યો છું.” આ પ્રમાણે તેણે જૂની વ્યવસ્થા રદ કરી અને નવી વ્યવસ્થા સ્થાપી.

Cross references

હિબ્રૂઓને પત્ર 7:18

પહેલાનો નિયમ એટલા માટે રદ કરવામાં આવ્યો કે તે નિર્બળ અને વ્યર્થ હતો.

હિબ્રૂઓને પત્ર 8:7

જો પ્રથમ કરાર દોષ વગરનો હોત તો, બીજા કરારની કોઈ જ જરુંરિયાત ન રહેત.

હિબ્રૂઓને પત્ર 9:11

હાલમાં અસ્તિત્વ ધરાવતી ઉત્તમ વ્યવસ્થાના પ્રમુખયાજક સારી વસ્તુઓનો પ્રમુખયાજક હતો. પ્રમુખયાજક તરીકે ખ્રિસ્ત આવ્યો. ત્યારે તેણે ખૂબજ ઉત્તમ એવા મંડપમાંથી પ્રવેશ કર્યો. અને તે સંપૂર્ણ એવા સ્વર્ગીય મંડપમાં પ્રવેશ્યો જે વધારે મોટો અને વધારે પરિપૂર્ણ હતો. તે માનવો દ્ધારા બનાવેલો ન હતો અને તે આ દુનિયામાં બનાવેલો ન હતો.

હિબ્રૂઓને પત્ર 10:7

તેથી તેમણે કહ્યું,‘હે દેવ, હું અહીં શાસ્ત્રમાં મારા સંબધી લખ્યા પ્રમાણે તારી ઇચ્છા પૂર્ણ કરવા હું અહીં છું.”‘ ગીતશાસ્ત્ર 40:6-8

હિબ્રૂઓને પત્ર 12:27

આ શબ્દો “ફરીથી એકવાર” સ્પષ્ટ દર્શાવે છે કે કંપાયમાન થયેલી વસ્તુઓની સાથે જે કાંઇ બનાવેલ છે તેનો નાશ થશે. અને જે કાંઇ સ્થિર છે અને જે ધ્રુંજાવી શકાશે નહિ તે રહેશે.

Interlinear

Choose Theme