Home Bibles ☰ Books હિબ્રૂઓને પત્ર 10:30 · ગુજરાતી બાઇબલ
હિબ્રૂઓને પત્ર 10:30 · ગુજરાતી બાઇબલ

આપણે જાણીએ છીએ કે દેવે કહ્યું છે, “દુષ્ટ કૃત્યોકરનારને હું શિક્ષા કરીશ, હું તેને ભરપાઇ કરીશ.” દેવે એ પણ કહ્યું છે કે, “પ્રભુતેના લોકોનો ન્યાય કરશે.”

Cross references

પુનર્નિયમ 32:35

હું બદલો લઇશ, હું તેમના દુશ્મનોને સજા કરીશ; તેનાં દુશ્મનો લપસી પડશે, તેમના વિનાશનો દિવસ નજીક છે.’

ગીતશાસ્ત્ર 50:4

તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યાં છે. જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષી તરીકે બોલાવશે.

ગીતશાસ્ત્ર 94:1

હે દેવ યહોવા, ખોટું કરનારને તમે શિક્ષા કરો છો, હે બદલો લેનારા દેવ! દર્શન આપો!

ગીતશાસ્ત્ર 96:13

પૃથ્વીનો ન્યાય કરવાને, યહોવા આવે છે; તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે; અને જગતનો યથાર્થપણે.

ગીતશાસ્ત્ર 98:9

યહોવા ધરતી પર ન્યાય શાસન કરવાં પધારે છે. તે ન્યાયીપણાએ પૃથ્વીનો, અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.

ગીતશાસ્ત્ર 135:14

યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે; તે તેના સેવકો પ્રતિ દયાળુ થશે.

યશાયા 59:17

તે મુકિતનું બખતર ચઢાવશે અને માથે વિજયનો ટોપ ધારણ કરશે, વેરના વાઘા પહેરશે અને ઉપર ક્રોધનો ઝભ્ભો ઓઢશે.

યશાયા 61:2

જે લોકો શોક કરે છે તેઓને એમ કહેવા મને મોકલ્યો છે કે, તમારા માટે યહોવાની કૃપાનો દિવસ આવી પહોંચ્યો છે. અને તમારા શત્રુઓ માટે યહોવાના કોપનો દિવસ આવી પહોંચ્યો છે.

યશાયા 63:4

કારણ, શત્રુઓને સજા કરી મારા પોતાના લોકોને મુકત કરવાનો મેં નક્કી કરેલો સમય આવી ચૂક્યો છે.

યર્મિયાનો વિલાપ 18:30

એટલે, ઓ ઇસ્રાએલીઓ, હું યહોવા મારા માલિક, તમને કહું છું કે, હું, તમારો દરેકનો તેના વર્તન ઉપરથી ન્યાય કરીશ.

યર્મિયાનો વિલાપ 34:17

“અને તમને મારા ટોળાને વિષે હું યહોવા માલિક એમ કહું છું કે, “હું ઘેટાં ઘેટાં, વચ્ચે ન્યાય કરીશ.

નાહૂમ 1:2

યહોવા ઇર્ષાળું દેવ છે. તેઓ ક્રોધે ભરાઇને બદલો લેનાર દેવ છે. તે પોતાના શત્રુઓ પર વૈર વાળે છે. તે પોતાના શત્રુઓ પર કોપાયમાન રહે છે.

Interlinear

Choose Theme