પરંતુ એ વાર્ષિક બલિદાનો તો તેમના મનમાં દર વર્ષે પાપોની યાદ તાજી કરાવે છે.
Cross references
“વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માંટે પાપાર્થાર્પણનું રકત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી-દર-પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાની પરમપવિત્ર વેદી છે.
તેણે પોતાના પાપાર્થાર્પણ માંટે યહોવાની સમક્ષ વાછરડાને વધેરવું અને પોતાના અને પોતાના પરિવારના પાપની પ્રાયશ્ચિતવિધિ કરવી.
અને પછી હારુનને તેના માંથા પર હાથ મૂકીને ઇસ્રાએલીઓના બધા દોષ, બધા અપરાધ, અને બધાં પાપ કબૂલ કરવાં અને તે બધાં એ બકરાંને માંથે નાખવાં, અને તે પછી તેણે આ કામ માંટે નક્કી કરેલા માંણસ સાથે તે બકરાને રણમાં મોકલી આપવો.
“નીચે દર્શાવેલ નિયમ તમાંરે સદાય પાળવાનો છે: તમાંરે તથા તમાંરી મધ્યે વસતા વિદેશીઓએ સાતમાં મહિનાના દશમાં દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ.
આ કાયમી નિયમ છે, પ્રતિવર્ષ આ રીતે એક વખત ઇસ્રાએલીઓનાં પાપો માંટે પ્રાયશ્ચિત કરવું.”યહોવાએ મૂસાને આપેલી આ સર્વ આજ્ઞાનો હારુને અમલ કર્યો.
“સાતમાં મહિનાનો દશમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે પવિત્ર મેળાવડો રાખવો. ઉપવાસ કરવો અને યહોવા સમક્ષ અગ્નિમાં આહુતિ આપવી.
“આ સાતમાં મહિનાના દશમે દિવસે ધર્મ સંમેલન રાખવું, તે દિવસે તમાંરે ઉપવાસ કરવો અને રોજનું કોઈ કામ ન કરવું.
ત્યારે તેણે એલિયાને કહ્યું, “ઓ યહોવાના માંણસ, તમે શા માંટે આવીને માંરા એ પાપ વિષે યાદ કરાવો છો? જેને લીધે માંરો પુત્ર મરી ગયો હતો?”
આ દ્રાક્ષારસ મારું લોહી છે. નવા કરારનું એ મારું લોહી (મરણ) છે જે પાપીઓને માફીના અર્થે ઘણાઓને માટે વહેવડાવામાં આવ્યું છે.
પણ બીજા ઓરડામાં ફક્ત પ્રમુખયાજક જ જઇ શકતો, તે પણ વર્ષમાં એક જ વખત જતો, તે પોતાની સાથે લોહી લીધા વગર કદી તે ઓરડામાં પ્રવેશતો નહિ. પ્રમુખયાજક તે રક્ત લઈને પોતાના અને લોકો દ્ધારા અજાણથી પણ પાપકર્મ થયું હોય તેના માટે અર્પણ કરતો.