Home Bibles ☰ Books હિબ્રૂઓને પત્ર 1:5 · ગુજરાતી બાઇબલ
હિબ્રૂઓને પત્ર 1:5 · ગુજરાતી બાઇબલ

દેવે કદી કોઈ દૂતોને કહ્યું નથી કે:“તું મારો પુત્ર છે; અને આજથી હું તારો પિતા બનું છું.” ગીતશાસ્ત્ર 2:7દેવે કોઈ દૂતને એવું કદી કહ્યું નથી કે,“હું તેનો પિતા હોઇશ, અને તે મારો પુત્ર હશે.”2 શમુએલ 7:14 14

Cross references

2 શમએલ 7:14

હું તેનો પિતા થઈશ, અને તે માંરો પુત્ર થશે. અને તે જે કંઇ પણ ખોટું કરશે, તો હું તેને બાપની જેમ સજા કરીશ, તેને સજા કરવા હું બીજા લોકોનો ઉપયોગ કરીશ, તેઓ માંરા ચાબખા બનશે. છતાં

1 કાળવ્રત્તાંત 17:13

હું તેનો પિતા થઇશ અને તે મારો પુત્ર થશે. મેં તારા પુરોગામી ઉપરથી મારી કૃપાષ્ટિ પાછી ખેંચી લીધી હતી તેમ હું એના પ્રત્યે કદીય દયાળુ થવાનું બંધ નહિ કરું.

1 કાળવ્રત્તાંત 22:10

તે મારે માટે મંદિર બાંધશે. તે મારો પુત્ર થશે અને હું તેનો પિતા થઇશ, અને હું ઇસ્રાએલમાં તેનું શાસન કાયમ કરીશ.”‘

1 કાળવ્રત્તાંત 28:6

અને મને જણાવ્યું, ‘તારો પુત્ર સુલેમાન મારે માટે મંદિર બંધાવશે, કારણકે, મેં તેને મારા પુત્ર તરીકે પસંદ કર્યો છે. અને હું તેનો પિતા થઇશ.

ગીતશાસ્ત્ર 2:7

મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ. યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે, આજે હું તારો પિતા થયો છુ.”

ગીતશાસ્ત્ર 89:26

તે મને કહેશે; તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો, તમે મારા દેવ છો જે મને બચાવે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 13:33

અમે તેનાં બાળકો છીએ. અને દેવે આ વચન અમારા માટે પરિપૂર્ણ કર્યુ છે. દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડીને આ કર્યુ છે. આપણે આ વિષે ગીતશાસ્ત્રમાં પણ વાંચીએ છીએ.‘તુ મારો દીકરો છે, આજે હું તારો પિતા થયો છું.’ ગીતશાસ્ત્ર: 2:7

હિબ્રૂઓને પત્ર 5:5

ઈસુ ખ્રિસ્તે પણ પોતાની જાત માટે પ્રમુખ યાજક થવાની અને મહિમા પ્રાપ્ત કરવા માટે પસંદગી કરી નહોતી. પરંતુ દેવે તેને પસંદ કર્યો. દેવે ખ્રિસ્તને કહ્યું, “તું મારો પુત્ર છે; આજે હું તારો પિતા બન્યો છું.” ગીતશાસ્ત્ર 2:7

Interlinear

Choose Theme