Home Bibles હબાક્કુક 2:15 · ગુજરાતી બાઇબલ
હબાક્કુક 2:15 · ગુજરાતી બાઇબલ

તમે તમારા પાડોશીને દારૂડીયો બનાવ્યો તમે તમારો કોપ તેના પર વરસાવ્યો જેથી તમે તેને નગ્ન જોઇ શકો, તમને શ્રાપ મળે!

Cross references

ઊત્પત્તિ 9:22

કનાનના બાપ હામે પોતાના બાપને વસ્રહીન જોયો એટલે તેણે બહાર જઈને પોતાના બે ભાઈઓને કહ્યું;

ઊત્પત્તિ 19:32

એટલા માંટે ચાલો આપણે આપણા પિતાને દ્રાક્ષારસ પાઈએ અને તેની સાથે સૂઈએ, જેથી આપણા બાપથી આપણે વંશવેલો જાળવી શકીએ.”

ઊત્પત્તિ 19:33

તેથી તે રાત્રે બંન્ને પુત્રીઓ પોતાના પિતા પાસે ગઈ અને પિતાને તેઓએ દ્રક્ષારસ પાયો અને મોટી પુત્રી પિતા સાથે તેની પથારીમાં સૂઈ ગઈ. અને તેની સાથે સંભોગ કર્યો, તેણી કયારે સૂઈ ગઈ અને કયારે ઊઠી તેની લોતને ખબર પડી નહિ (કેમકે તે નશામાં હતો.)

નિર્ગમન 32:25

મૂસાએ જોયું કે હારુને લોકો પરનો પોતાનો કાબૂ જવા દીધો અને પરિણામે તેઓ જંગલીપણું કરતા હતા, અને તેઓના બધા દુશ્મનો તેઓને મૂર્ખની જેમ જોતા હતા.

2 શમએલ 11:13

બીજે દિવસે દાઉદે તેને પોતાની સાથે ખાણી-પાણી માંટે લઇ ગયો; તેણે તેને દારૂ પીવા બોલાવ્યો અને ખૂબ દારૂ પાયો પણ સાંજે ઊરિયા ઘેર જવાને બદલે બહાર જઈ રાજાના અંગરરક્ષકો ભેગો તેઓની પથારી ઉપર મહેલના દરવાજાની બહાર સૂઈ રહ્યો.

2 શમએલ 13:26

પણ આબ્શાલોમે કહ્યું, “તો પછી માંરા ભાઈ આમ્નોનને તો મોકલશોને?”રાજાએ પૂછયું, “આમ્નોન જ શા માંટે?”

યશાયા 28:8

તેઓનાં બધાં મેજ ઊલટીથી ભરાઇ ગયાં છે, કોઇ જગા ચોખ્ખી રહેવા પામી નથી.

ચર્મિયા 25:15

ઇસ્રાએલના દેવ યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “મારા ક્રોધથી છલોછલ ભરેલો દ્રાક્ષારસનો આ પ્યાલો મારા હાથમાંથી લે. જે સર્વ પ્રજાઓની પાસે હું તને મોકલું તે સર્વને તેમાંથી પીવડાવજે.

ચર્મિયા 51:7

બાબિલ તો યહોવાના હાથમાં સોનાના પ્યાલા સમું હતું. તેણે સમગ્ર સૃષ્ટિને તેનો દ્રાક્ષારસ પીવડાવ્યો છે. પ્રજાઓએ તે પીધો અને તેઓ ઘેલા થયા.

હોશિયા 7:5

આપણા રાજાના ઉત્સવનાં દિવસે રાજકુમારો મદિરાપાનથી ચકચૂર થઇ જાય છે. પછી હાંસી ઉડાવનારાઓ સાથે રાજા મદ્યપાન કરે છે.

પ્રકટીકરણ 17:2

પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચારનું પાપ કર્યું છે. પૃથ્વી પરના લોકો તેના વ્યભિચારના પાપના દ્રાક્ષારસથી છાકટા થયા છે.”

પ્રકટીકરણ 17:6

મેં જોયું કે તે સ્ત્રી પીધેલી હતી. તેણે સંતોનું લોહી પીધેલું હતું જે લોકો ઈસુમાંના તેઓના વિશ્વાસ વિષે કહેતા હતા તે લોકોનું લોહી તેણે પીધું હતું.જ્યારે મેં તે સ્ત્રીને જોઈ ત્યારે હું અતિશય આશ્ચર્ય પામ્યો.

પ્રકટીકરણ 18:3

પૃથ્વી પરના બધા લોકોએ તેના વ્યભિચારના પાપનો તથા દેવના કોપનો દ્રાક્ષારસ પીધો છે. પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા છે અને પૃથ્વી પરના વેપારીઓ તેની સમૃદ્ધ સંપત્તિ અને મોજશોખમાંથી શ્રીમંત થયા છે.’

Interlinear

Choose Theme