હે યહોવા, ક્યાં સુધી હું તમને બોલાવ્યા કરું અને તમે સાંભળો જ નહિ, “હિંસા” આ હિંસા માટે હું પોકાર કરું છું, તો પણ તમે મને બચાવતા નથી.
Cross references
જો હું એમ બૂમો પાડું, “મારી મદદ કરો, મારા ઉપર હુમલો થયો છે.” તો કોઇ મારી મદદે આવતું નથી. જો હું પોકાર કરું તોય મને ન્યાય મળતો નથી.
હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? શું સદાને માટે? હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે? મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો? શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
દેવ, તમે પવિત્ર છો. તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.
અમે તમારા લોકો છીએને દર્શાવતી એક પણ નિશાની બચી નથી, નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, આ સર્વનો અંત ક્યારે? કોણ કરી શકે?
હે યહોવા, ક્યાં સુધી તમે દુષ્ટ લોકોને તેમની હસીમજાક કરવા દેશો? કેટલી વધારે?
તમે પણ શું મૂંઝવણમાં છો? અમારો બચાવ કરવા શું તમે નિ:સહાય છો? હે યહોવા, તમે અહીં અમારી મધ્યે છો અને અમે તમારું નામ ધારણ કરીએ છીએ; અમે તમારા લોક છીએ. હે યહોવા, હવે અમારો ત્યાગ કરશો નહિ!”
જ્યારે હું પોકાર કરીને સહાય માંગુ છું, ત્યારે મારી તે પ્રાર્થના પાછી વાળે છે.
આ આત્માઓએ મોટા સાદે પોકાર કર્યો કે, “ઓ, પવિત્ર અને સત્ય પ્રભુ. તું ક્યાં સુધી ઈન્સાફ કરવાનું તથા પૃથ્વી પરનાં રહેનારાંઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું મુલવ્વી રાખીશ?”