Home Bibles ☰ Books ઊત્પત્તિ 9:13 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 9:13 · ગુજરાતી બાઇબલ

મેં વાદળોમાં મેઘધનુષ્ય બનાવ્યું છે. અને તે માંરી અને પૃથ્વી વચ્ચે થયેલ કરારની એંધાણી બની રહેશે.

Cross references

યર્મિયાનો વિલાપ 1:28

એ ઝળહળાટમાં ચોમાસામાં થતા મેઘધનુષની જેવા બધા રંગો દેખાતા હતાં. આ રીતે યહોવાના મહિમાનું સ્વરૂપ મારી સમક્ષ પ્રગટ થયું. તે જોઇને મેં સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને મને સંબોધતી કોઇની વાણી મારા સાંભળવામાં આવી.

પ્રકટીકરણ 4:3

તે રાજ્યાસન પર જે બેઠો હતો તે યાસપિસ લાલ કિમતી પથ્થર જેવો દેખાતો હતો. અને રાજ્યાસનની ચારે બાજુ લીલમ જેવું સ્વચ્છ રંગીન પ્રકાશનું એક મેઘધનુષ્ય હતું.

પ્રકટીકરણ 10:1

પછી મેં બીજા એક શક્તિશાળી દૂતને આકાશમાંથી નીચે ઊતરતો જોયો. તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથાં પર મેઘધનુષ્ય હતું. તે દૂતનું મોં સૂર્યના જેવું હતું. અને તેના પગો અગ્નિના સ્તંભો જેવા હતા.

Interlinear

Choose Theme