Home Bibles ☰ Books ઊત્પત્તિ 8:10 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 8:10 · ગુજરાતી બાઇબલ

તેણે બીજા સાત દિવસ પછી ફરીથી પેલા કબૂતરને વહાણની બહાર મોકલ્યું.

Cross references

ઊત્પત્તિ 7:4

હવે હું સાત દિવસ પછી 40 દિવસ અને 40 રાત પૃથ્વી પર વરસાદ વરસાવીશ. અને મેં ઉત્પન્ન કરેલ એક એક જીવને હું પૃથ્વી પરથી ભૂંસી નાખીશ.”

ઊત્પત્તિ 7:10

સાત દિવસ પછી પ્રલયનાં પાણી પૃથ્વી પર ફરી વળ્યંા. ધરતી પર વર્ષા થઈ.

ઊત્પત્તિ 8:12

નૂહે સાત દિવસ પછી ફરીવાર કબૂતરને બહાર મોકલ્યું, પણ તે પાછું આવ્યું નહિ.

ગીતશાસ્ત્ર 40:1

મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઇ, તેમણે મારી વિનંતી સાંભળી ને મને ઉત્તર આપ્યો.

યશાયા 8:17

યહોવાની સહાય માટે હું આશા રાખીશ. જો કે હાલમાં તે પોતાનું મુખ યાકૂબનાં સંતાનોથી સંતાડે છે છતાં પણ મારી આશા ફકત તેમનામાં જ છે.

યશાયા 26:8

અમે તમારા નિયમોને માગેર્ ચાલીએ છીએ, અને તમારી જ પ્રતિક્ષા કરીએ છીએ, તમારું નામસ્મરણ એ જ અમારા પ્રાણની એકમાત્ર ઝંખના છે.

રોમનોને પત્ર 8:25

પરંતુ આપણે એવી વસ્તુ મેળવવાની આશા રાખીએ છીએ કે જે હજી સુધી આપણને મળી નથી. તેના માટે આપણે ધીરજપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છીએ.

Interlinear

Choose Theme