આથી દેવે નૂહને કહ્યું “બધાં માંણસોએ પૃથ્વીને ક્રોધ અને હિંસાથી ભરી દીધી છે તેથી હું બધાં જ જીવિત પ્રાણીઓનો નાશ કરીશ. હું તેઓને પૃથ્વી પરથી દૂર કરીશ.
Cross references
ત્યારે યહોવાએ કહ્યું, “માંરા આત્માંને હું કાયમ માંટે મનુષ્યો દ્વારા દુ:ખી નહિ થવા દઉં, કારણકે તેઓ આખરે તો મનુષ્યો જ છે. તેઓનું આયુષ્ય 120 વર્ષનું થશે.”
દેવે પૃથ્વી પર નજર કરી અને તેમણે જોયું કે, લોકોએ પૃથ્વીને ભ્રષ્ટ કરી દીધી છે. પ્રત્યેક જગ્યાએ ઉત્પાત દેખાતો હતો.
આ રીતે દેવે પૃથ્વી પરના બધાંજ જીવિત, મનુષ્ય, બધાં જ પ્રાણી, બધાં જ પેટે ચાલનારાં જીવો અને બધાં જ પક્ષીઓનો નાશ કર્યો. એ બધાં જ પૃથ્વી પરથી ભૂંસાઈ ગયાં. માંત્ર નૂહ અને તેની સાથે વહાણમાં જેઓ હતાં તેઓ જ બચ્યા.
“વળી શિમયોન તથા લેવી બંને સગાં ભાઈઓ છે, એમની તરવાર હિંસાનુ હથિયાર છે,
મેં તેઓના દેશ પર ચારે દિશાઓમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ષ્ટિ કરી. સર્વત્ર વિનાશ વેરાયેલો હતો. આકાશો પણ અંધકારમય હતા.
તમે બાબિલની નદીઓને કાંઠે વસવાટ કરો અને તેની વિપુલ સમૃદ્ધિને માણો. તારો અંત આવ્યો છે; તારી જીવનદોરી કપાઇ જશે.
“હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલને કહે કે, તમારા દેશમાં જ્યાં જશો ત્યાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ ચારે ખૂણાઓનો અંત આવ્યો છે.
હે ઇસ્રાએલના લોકો, યહોવાને આ દેશના વતનીઓ સામે ફરીયાદ છે, એની વાણી સાંભળો, તમારા દેશમાં વિશ્વાસુપણું, માયામમતા અને દેવના જ્ઞાનનો અભાવ છે.
તેમણે મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?”મેં કહ્યું, “પાકા ફળોની ટોપલી.”પછી યહોવાએ કહ્યું, “આ ફળો મારા ઇસ્રાએલી લોકોને રજૂ કરે છે. તેઓને શિક્ષા કરવાનો સમય પાકી ચૂક્યો છે, હું ફરી કદી તેમને માફ નહિ કરું.
નૂહે પણ દેવમાં વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી, ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યુ. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસો થયો.
એ સમય નજીક છે કે જ્યારે બધીજ વસ્તુઓનો અંત થશે. તેથી તમારા મન શુદ્ધ રાખો, અને તમારી જાત ઉપર નિયંત્રણ રાખો. તમને પ્રાર્થના કરવામાં આ મદદરૂપ બનશે.
પછી તે જગત પાણીમા ડૂબીને નાશ પામ્યું.
પરંતુ જ્યારે પ્રભુનો એ દિવસ આવશે ત્યારે તે ચોરના જેવો આશ્વર્યજનક હશે. મોટી ગર્જનાસહિત આકાશ અદશ્ય થઇ જશે. આકાશમાથી બધી વસ્તુઓ અગ્નિમાં નાશ પામશે. પૃથ્વી અને તેમાંની બધી વસ્તુઓ બાળી નાખવામાં આવશે.