તેઓ પોતાનાં ઢોરઢાંખર તથા માંલમિલકત જે કનાન દેશમાંથી પ્રાપ્ત કરી હતી તે લઈને યાકૂબ તથા તેમનું આખું કુટુંબ તેમની સાથે મિસર આવ્યું.
Cross references
ત્યારે યહોવાએ ઇબ્રામને કહ્યું, “તારે એ બાબતો જાણી લેવી જોઈએ. તારા વંશજો વિદેશી બની જશે અને તેઓ એવા દેશમાં જશે જે એમનો નહિ હોય. તેઓ ત્યંા ગુલામ બનશે. 400વર્ષ સુધી તેમના પર ભારે અત્યાચારો થશે.
અમાંરા પિતૃઓ મિસર ગયા હતા અને ત્યાં અમે લાંબો સમય રહ્યાં હતાં પરિણામે તેઓ મિસરવાસીઓના ગુલામો બન્યા.
જયારે તમાંરા પિતૃઓ મિસર ગયા હતા ત્યારે તેઓ ફકત સિત્તેર જ હતા. પણ અત્યારે તમાંરા દેવ યહોવાએ તમને આકાશના તારાની જેમ અસંખ્ય અને અગણિત બનાવ્યા છે.
પછી તમાંરે તમાંરા યહોવા દેવ સમક્ષ કહેવું, ‘માંરા પિતૃઓ સ્થળાંતર કરીને આવેલા અરામીઓ હતા અને આશ્રય માંટે મિસરમાં ગયા હતા. તેઓ ઘણી ઓછી સંખ્યામાં હતા, પરંતુ તેઓ ત્યાં એક મોટી, શકિતશાળી અને અસંખ્ય પ્રજા બન્યા હતા,
અને મેં ઈસહાકને બે પુત્રો યાકૂબ અને એસાવ આપ્યો, અને એસાવને મેં સેઈરનો ડુંગરાળ દેશ સોંપ્યો. પણ યાકૂબ અને તેના પુત્રો મિસર યાલ્યા ગયા.
“યાકૂબ મિસર ગયો. ખ્યાં મિસરીઓએ તેના વંશજો ઉપર જુલમ ગુજાર્યો. તેથી તેઓએ યહોવાને ધા નાખી. એટલે તેણે મૂસાને અને હારુનને મોકલી આપ્યા, તેઓ તમાંરા પિતૃઓને મિસરમાંથી બહાર લઈ આવ્યા અને તેમને અહીં વસાવ્યા.
પછી યાકૂબ મિસરમાં આવ્યો; અને ત્યાં હામનાં દેશમાં પોતાના પુત્રોની સાથે રહ્યો.
કારણ કે યહોવા જે દેવ છે તેણે કહ્યું, આરંભમાં તમે વસવાટ કરવા માટે મિસર ગયા હતા, પછી આશ્શૂરના લોકોએ તમારા ઉપર વિના કારણ જુલમ કર્યો. “
તેથી યાકૂબ મિસર આવી ગયો. યાકૂબ અને આપણા પૂર્વજો મૃત્યુપર્યંત ત્યાં રહ્યા.