Home Bibles ઊત્પત્તિ 46:4 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 46:4 · ગુજરાતી બાઇબલ

હું તારી સાથે મિસર આવીશ; અને હું ચોક્કસ તને પાછો લાવીશ; અને યૂસફને હાથે જ તારી આંખો મીંચાશે.”

Cross references

ઊત્પત્તિ 15:14

હું તે રાષ્ટનો ન્યાય કરીશ અને તેમને સજા કરીશ અને પાછળથી તેઓ ઘણી માંલમિલકત લઈને ત્યાંથી બહાર નીકળશે.

ઊત્પત્તિ 28:15

“હું તમાંરી સાથે છું અને હું તમાંરું રક્ષણ કરીશ. તમે જયાં જશો ત્યાંથી હું તમને પાછો આ ભૂમિ પર લઈ આવીશ. મેં તને જે કરવાનું વચન આપ્યું છે તે જયાં સુધી પૂરું નહિ કરી લઉં ત્યાં સુધી હું તારો સાથ છોડવાનો નથી.”

ઊત્પત્તિ 48:21

પછી યૂસફને ઇસ્રાએલે કહ્યું, “જુઓ, હવે માંરો અંત નજીક છે, પરંતુ દેવ તમને સાથ આપશે. અને ફરીથી તમને તમાંરા પિતૃઓના દેશમાં લઈ જશે.

ઊત્પત્તિ 50:1

જયારે ઇસ્રાએલનું અવસાન થયું, યૂસફ બહુજ દુ:ખી થયો. તે પિતાની કોટે વળગી પડયો, અને આંસુ સારવા લાગ્યો. અને ચુંબન કરવા લાગ્યો.

ઊત્પત્તિ 50:5

માંરા પિતાએ મને સમ ખવડાવીને કહ્યું હતું, “માંરો મરણકાળ નજીક છે, મેં માંરે માંટે કનાનમાં જે કબર ખોદાવેલી છે તેમાં મને દફનાવજો.” એટલે કૃપા કરીને મને જવા દો અને માંરા પિતાને દફનાવવાની રજા આપો. એ પછી હું પાછો આવીશ.”

ઊત્પત્તિ 50:13

તેમના પુત્રો તેને કનાન દેશમાં લઇ ગયા. અને માંમરેની પૂર્વમાં આવેલા માંખ્પેલાહના ખેતરમાંથી ઇબ્રાહિમે જે ગુફા હિત્તીઓ પાસે ખરીદીને કબ્રસ્તાન તરીકેનો ઉપયોગ કરવા માંટે કબજો મેળવ્યો હતો, તે જ ગુફામાં તેને દફનાવવાની વિધિ કરી.

ઊત્પત્તિ 50:24

યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું તો મરવા પડયો છું; પણ દેવ જરુર તારી સંભાળ લેશે, દોરશે, જેના વિષે તેણે ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબની આગળ શપથ લીધાં હતા, તે દેશમાં તમને તે આ દેશમાંથી લઇ જશે.”

નિર્ગમન 3:8

હું તેમને મિસરીઓનાં પંજામાંથી મુક્ત કરાવવા અને તેમને એ દેશમાંથી બીજા એક સારા વિશાળ દેશમાં લઈ જવા માંટે હું નીચે આવ્યો છું. જ્યાં દૂધ મઘની રેલછેલ છે અને જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે.

યશાયા 43:1

પણ હવે, હે યાકૂબ તારો સર્જનહાર અને ઇસ્રાએલના ઘડવૈયા યહોવા તને કહે છે, “ડરીશ નહિ, હું તારો ઉદ્ધાર કરીશ, મેં તને તારું નામ દઇને બોલાવ્યો છે અને તું મારો પોતાનો છે.

Interlinear

Choose Theme