Home Bibles ઊત્પત્તિ 44:9 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 44:9 · ગુજરાતી બાઇબલ

તારા સેવકો એવા અમાંરી પાસેથી જેની પાસે એ નીકળે તેને ફાંસીની સજા કરજો. અમે પણ અમાંરા ધણીના ગુલામો થઇશું”

Cross references

ઊત્પત્તિ 31:32

પરંતુ મેં તમાંરા દેવોની ચોરી કરી નથી. અહીં માંરા કોઈ પણ માંણસ પાસેથી જો તમાંરા દેવો નીકળે તો હું તેને માંરી નાખીશ. તમાંરા માંણસો જે માંરા સાક્ષી બનશે. આપણા માંણસોના દેખતાં માંરી પાસે તમાંરું જે કંઈ હોય તે ઓળખી બતાવો અને લઈ જાઓ.” હવે, યાકૂબને તો ખબર જ નહોતી કે, રાહેલે લાબાનને ઘરેથી દેવો ચોર્યા છે.

ઊત્પત્તિ 43:18

પેલા માંણસોને યૂસફને ઘેર લઈ જવામાં આવ્યા એથી તેઓ ગભરાયા અને કહેવા લાગ્યા, “પહેલી વાર આપણી ગુણોમાં નાણું મૂકેલું હતું તેને લીધે તે આપણને અંદર લઈ આવ્યા છે. હવે એ લોકો આપણા પર તૂટી પડશે અને આપણને જબરજસ્તીથી ગુલામ બનાવશે. તથા આપણા ગધેડાં પણ લઈ લેશે.”

ઊત્પત્તિ 44:16

યહૂદાએ કહ્યું, “હે ધણી! અમે તમને શું કહીએ? અમાંરી નિદોર્ષતા સાબિત કરવા શું બોલીએ? અમે અમાંરી જાતને કેવી રીતે નિદોર્ષ પૂરવાર કરીએ? દેવે તમાંરા સેવકનો ગુનો ઉઘાડો પાડયો છે; જુઓ, જેની પાસેથી ચાંદીનું પ્યાલું મળ્યું છે તે અને અમે સૌ તમાંરા ગુલામ છીએ.”

અયૂબ 31:38

મેં મારી જમીન કોઇ પાસેથી ચોરી નથી, કોઇપણ મને તેની ચોરી માટે દોષિત ઠરાવી શકે તેમ નથી.

ગીતશાસ્ત્ર 7:3

હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય; તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય,

ગીતશાસ્ત્ર 7:4

અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય, અને વિના કારણે કોઇ શત્રુ પર હુમલો કર્યો હોય અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય.

પ્રેરિતોનાં ક્રત્યો 25:11

જો કાયદો કહેતો હોય કે મારે મરી જવું જોઈએ, તો હું મરવા માટે સંમત છું. હું મૃત્યુમાંથી બચવા માટે કહેતો નથી. પણ જો આ તહોમતો સાચા ના હોય તો પછી મને કોઈ વ્યક્તિ આ યહૂદિઓને હવાલે કરી શકે નહિ, ના! હું મારો કેસ કૈસર સાંભળે એમ ઈચ્છું છું!”

Interlinear

Choose Theme