અને હવે જો તમે આને પણ માંરી આગળથી લઈ જાઓ, અને જો તેની સાથે કઇ ખોટું થાય તો હું મરવા જેટલો દુ:ખી થઇશ.’
Cross references
અને એના બધા પુત્ર-પુત્રીઓએ તેને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો; પણ તે શાંત થયો નહિ અને તેણે કહ્યું, “માંરા મરવાના દિવસ સુધી હું શોક કર્યા કરીશ.” આમ તેના પિતાએ વિલાપ કર્યો.
પરંતુ યાકૂબે યૂસફના સગા ભાઈ બિન્યામીનને તેઓ સાથે મોકલ્યો નહિ. કદાચ એની સાથે કોઇ દુર્ભાગ્ય ઘટના થાય.
પછી તેઓના પિતા યાકૂબે તેમને કહ્યું, “તમે ઇચ્છો છો કે, હું માંરા બધા સંતાનો ગુમાંવી દઉ? યૂસફ ન રહ્યો, શિમયોન ન રહ્યો અને હવે તમે બિન્યામીનને લઈ જાઓ છો; પણ શું આ બધી મુશ્કેલીઓ માંરે સહન કરવાની છે?”
પણ યાકૂબે તેને કહ્યું, “માંરો પુત્ર તમાંરી સાથે નહિ આવે, કારણ કે એનો ભાઇ મરી ગયો છે, અને એ એક જ જીવતો છે. અને મુસાફરી દરમ્યાન જો તેના પર કોઈ આફત આવી પડે તો, તમે માંરાં વૃદ્વત્વને નાશવંત બનાવી અને મને ઉડંા શોક અને દુ:ખમાં મરવા મજબૂર કરશો.”
અને સર્વસમર્થ દેવ કરે, ને તે માંણસ તમાંરા પર કૃપાળુ થાય, જેથી તે તમાંરી સાથે તમાંરા બીજા ભાઈને તથા બિન્યામીનને પાછા મોકલે. નહિ તો હું ફરી પાછો માંરો પુત્ર ગુમાંવ્યાનો શોક કરીશ.”
તેનો જીવ એટલો બધો એ છોકરામાં છે કે, અમાંરી સાથે એ છોકરો નથી એ જોતાંની સાથે જ એનું મોત થશે; અને આપના આ સેવકોએ આપના સેવક અમાંરા પિતાને ઘરડેઘડપણ શોક કરતા દફનાવવા પડશે.
ત્યારે માંરો કોપ તે લોકો પર ભભૂકી ઊઠશે અને હું તેઓને તજી દઈશ. અને તેમનાથી વિમુખ થઈ જઈશ. તેમના પર અનેક આફતો અને સંકટો ઊતરશે અને તેઓને ભરખી જશે, ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા દેવ આપણી વચ્ચે નથી તેથી આ બધા સંકટો આપણા પર આવે છે.’
કારણ, મારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે, અને હું જલદીથી મૃત્યુ પામીશ.