કારભારીએ કહ્યું, “શાંતિ રાખો, ગભરાશો નહિ, તમાંરા તથા તમાંરા પિતાના દેવે તમાંરી ગૂણોમાં એ નાણું મૂકયું હતું. મને તો અનાજનાં નાણાં મળી ગયાં હતા.”પછી તેઓ શિમયોનને બહાર કાઢીને તેમની આગળ લઈ આવ્યા.
Cross references
અને પછી યૂસફ તેઓની પાસેથી ચાલ્યો ગયો અને રડી પડયો. પાછળથી તેઓની પાસે પાછા ફરીને તેણે તેઓની સાથે વાત કરી, પછી તેમનામાંથી શિમયોનને લઇને તેમના દેખતાં જ તેને દોરડે બાંધ્યો.
એટલે તરત જ તેણે પોતાના ભાઇઓને કહ્યું, “માંરા પૈસા મને પાછા મળ્યાં છે. જુઓ, આ રહ્યા માંરા થેલામાં!” આ સાંભળીને તે બધા મનમાં ખૂબ ગભરાયા, અને ધ્રૂજતા ધ્રૂજતા તેઓ એકબીજાના મો જોવા લાગ્યાં, અને બોલવા લાગ્યા, “દેવે આપણને આ શું કર્યુ?”
પછી તેઓના પિતા યાકૂબે તેમને કહ્યું, “તમે ઇચ્છો છો કે, હું માંરા બધા સંતાનો ગુમાંવી દઉ? યૂસફ ન રહ્યો, શિમયોન ન રહ્યો અને હવે તમે બિન્યામીનને લઈ જાઓ છો; પણ શું આ બધી મુશ્કેલીઓ માંરે સહન કરવાની છે?”
અને સર્વસમર્થ દેવ કરે, ને તે માંણસ તમાંરા પર કૃપાળુ થાય, જેથી તે તમાંરી સાથે તમાંરા બીજા ભાઈને તથા બિન્યામીનને પાછા મોકલે. નહિ તો હું ફરી પાછો માંરો પુત્ર ગુમાંવ્યાનો શોક કરીશ.”
પણ યહોવાએ તેને કહ્યું, “શાંતિ રાખ, ડરીશ નહિ, તું મરી નહિ જાય.”
પેલા ઘરડા માંણસે કહ્યું, “કશી ચિંતા ન કરશો. હું બધું સંભાળી લઈશ. અહીં ચોકમાં રાત ગાળવાની ના હોય, કેમકે અહી કોઈ સુરક્ષા નથી.”
તમાંરે માંરા ભાઈને એમ કહેવું કે, “દાઉદ તમાંરી, તમાંરા કુટુંબની અને તમાંરી સંપત્તિની સુરક્ષા, આબાદી અને વૃદ્ધિ ઈચ્છે છે.
તે જ વખતે દેવના આત્માએ’ત્રીસ વીરો’ ના નાયક અમાસાયમાં પ્રવેશ કર્યો અને તે બોલી ઊઠયો:“હે દાઉદ, અમે તમારા પક્ષે છીએ, હે યશાઇ પુત્ર, અમે તારી સાથે છીએ, તારો જય હો! તારા સાથીઓનો જય હો! દેવ તારી સહાયમાં છે!”દાઉદે તેમને આવકાર આપ્યો અને તેમને પોતાની ટૂકડીઓના નાયક બનાવ્યા.
દાઉદ જ્યારે શાઉલ સાથે લડવા પલિસ્તીઓ ભેગો જતો હતો ત્યારે મનાશ્શાના કુલસમૂહના કેટલાક માણસો ફૂટી જઇને તેની સાથે મળી ગયા હતા. જો કે દાઉદે પલિસ્તીઓને ખરેખર મદદ કરી નહોતી; ખુદ તેમના રાજવીઓએ નિર્ણય કર્યા પછી એવું કહીને તેને જાકારો દીધો હતો કે, “જો એ ફૂટીને પોતાના ધણી શાઉલને મળી ગયો તો આપણા મસ્તક જશે.”
એટલે રાજાએ આ પ્રમાણે જવાબ મોકલ્યો:પ્રશાસક રહૂમ, સચીવ શિમ્શાય તથા સમરૂન અને ફ્રાંતની પશ્ચિમના પ્રદેશમાં વસતા તેમના બીજા સાથીઓ સદગૃહસ્થો પ્રત્યે. શુભકામના.
કોઈ પણ ઘરમાં પ્રવેશ કરતા પહેલા કહો કે, ‘આ ઘરનાંને શાંતિ થાઓ.’
જ્યારે તે બે માણસો આ વાત કહેતા હતા, ઈસુ પોતે શિષ્યોના સમૂહમાં ઊભો રહ્યો. ઈસુએ કહ્યું કે, “તમને શાંતિ થાઓ.”
“હું તમને શાંતિ આપીને જાઉં છું. હું તમને આપું છું તે મારી પોતાની શાંતિ છે. જગત આપે છે તેના કરતાં જુદી રીતે હું તમને શાંતિ આપીશ. તેથી તમારા હૃદયોને વ્યાકુળ થવા દેશો નહિ. ડરશો નહિ.
અઠવાડિયાના પહેલા દિવસે તે સાંજે બધા શિષ્યો ભેગા થયા હતા. બારણાંઓને તાળા હતાં, કારણ કે, તેઓ યહૂદિઓથી ડરતાં હતા. પછી ઈસુ તેઓની વચ્ચે આવ્યો અને ઊભો રહ્યો ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!”
પછી ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ!” પિતાએ મને મોકલ્યો છે. તે જ રીતે હવે, હું તમને મોકલું છું.
એક અઠવાડિયા પછી ફરીથી શિષ્યો ઘરમાં હતા. થોમા તેઓની સાથે હતો. બારણાંઓને તાળાં હતાં. પરંતુ ઈસુ આવ્યો અને તેઓની વચ્ચે આવીને ઊભો. ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!”