Home Bibles ઊત્પત્તિ 43:12 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 43:12 · ગુજરાતી બાઇબલ

તથા તમાંરી સાથે બમણું નાણું લઈ જજો; વળી તમાંરી ગુણોમાં જે નાણું પાછું આવ્યું હતું તે પાછું આપી દેજો; કદાચ કંઈ ભૂલ થઈ હોય;

Cross references

ઊત્પત્તિ 42:25

ત્યારબાદ યૂસફે તેઓની ગુણોમાં અનાજ ભરવાની દરેકના પૈસા તેના થેલામાં પાછા મૂકવાની તથા તેમને મુસાફરી માંટે ભાતું આપવાની આજ્ઞા કરી; અને તેઓને તે પ્રમાંણે કરી આપવામાં આવ્યું.

ઊત્પત્તિ 42:35

પછી એમ થયું કે, જ્યારે તેઓ પોતપોતાની ગુણો ખાલી કરતાં હતા ત્યારે દરેક જણને તેમના પૈસાની કોથળી ગુણોમાંથી મળી આવી. પછી એ પૈસાની થેલીઓ જોઈને તેઓ તથા તેમના પિતા ગભરાઈ ગયા.

રોમનોને પત્ર 12:17

જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો.

રોમનોને પત્ર 13:8

કોઈનું કોઈ પણ પ્રકારનું દેવું રાખશો નહિ. પરંતુ હંમેશા એક બીજાના પ્રેમના ઋણી રહો. જે વ્યક્તિ બીજા લોકોને પ્રેમ કરે છે તેણે ખરેખર નિયમની બધી જ જરૂરિયાતો પરિપૂર્ણ કરી છે એમ ગણાશે.

2 કરિંથીઓને 8:21

અમે આ વસ્તુઓ એ રીતે કરવા ધારીએ છીએ. જે પ્રભુની આંખો સમક્ષ ન્યાયી છે. લોકો જેને ન્યાયી ગણે છે તેવું કરવાનો અમારો ઈરાદો છે.

ફિલિપ્પીઓને પત્ર 4:8

ભાઈઓ અને બહેનો, જે વસ્તુ સારી છે અને ધન્યવાદને પાત્ર છે તેના વિષે વિચારવાનું ચાલુ રાખો, જે વસ્તુઓ સત્ય છે, સન્માનીય છે, યથાર્થ અને શુદ્ધ છે, સુંદર અને આદરણીય છે તેનો જ વિચાર કરો.

1 થેસ્સલોનિકીઓને 4:6

તમારામાંના કોઈએ તમારા ભાઈ સાથે અનુચિત વ્યવહાર ન કરવો જોઈએ કે તેને છેતરવો પણ ન જોઈએ. જે લોકો આમ કરે છે તેમને પ્રભુ શિક્ષા કરશે. અમે ક્યારનું ય તમને એ બાબત વિષે જણાવ્યું છે અને ચેતવ્યા છે.

1 થેસ્સલોનિકીઓને 5:21

પરંતુ દરેક વસ્તુની પરખ કરો. જે સારું છે તેને ગ્રહણ કરો.

હિબ્રૂઓને પત્ર 13:8

ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે અને સદાને માટે એવો ને એવો જ છે.

Interlinear

Choose Theme