Home Bibles ☰ Books ઊત્પત્તિ 42:19 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 42:19 · ગુજરાતી બાઇબલ

જો તમે ખરેખર સાચા હો તો તમાંરામાંનો ગમે તે એક ભાઈ કારાગારમાં રહે; અને બાકીના સૌ તમાંરા ભૂખે મરતા કુટુંબ માંટે અનાજ લઈને જાઓ.

Cross references

ઊત્પત્તિ 40:3

અને તેણે તેઓને કેદખાનામાં નાખ્યાં, તે એ કેદખાનું હતું જેના માંટે ફારુનના રક્ષકોનો અમલદાર પોટીફાર અધિકારી હતો, ત્યાં યૂસફ કેદ હતો.

ઊત્પત્તિ 41:56

અને જયારે સમગ્ર દેશમાં દુષ્કાળ પડયો એટલે યૂસફે અનાજના બધા કોઠારો ખોલી નાખ્યા અને મિસરવાસીઓને અનાજ વેચવા માંડ્યુ. કારણ કે સમગ્ર મિસર દેશને દુકાળે ભરડો લીધો હતો.

ઊત્પત્તિ 42:1

એ સમયે યાકૂબના પ્રદેશમાં ભૂખમરો હતો. પરંતુ તેને ખબર પડી કે, મિસરમાં અનાજ વેચાય છે, એટલે યાકૂબે તેના પુત્રોને કહ્યું, “તમે શા માંટે એકબીજાના મોઢા સામે જોયા કરો છો?

ઊત્પત્તિ 42:26

પછી તેઓ પોતાનાં ગધેડાંઓ ઉપર અનાજની ગુણો લાદીને ત્યાંથી નીકળ્યા.

ઊત્પત્તિ 43:1

દેશમાં ભયંકર કારમો દુકાળ હતો. ખાવા માંટેનું કોઈ અનાજ ત્યાં ઊગતું ન હતું.

ઊત્પત્તિ 45:23

વધુમાં તેણે પોતાના પિતાના માંટે મિસરની સૌથી બહુમૂલ્ય ચીજોથી લાદેલાં દશ ગધેડાં, અને તેના પિતાની મુસાફરી માંટે અનાજ, રોટલી અને અન્ય જાતના ખાણાથી લાદેલી દશ ગધેડીઓ મોકલી આપી.

યશાયા 42:7

તારે અંધજનોની આંખો ઉઘાડવાની છે. અને અંધકારમાં સબડતાં કેદીઓને કારાગારમાંથી બહાર કાઢવાના છે.

યશાયા 42:22

તેમ છતાં એ પ્રજા એવી નીકળી કે લૂંટાઇ ગઇ, એનું બધું હરાઇ ગયું; એ બધા ફસાઇ ગયા છે અને કારાગારમાં પૂરાયા છે, તેમને છોડાવનાર કોઇ નથી, તેઓ લૂંટાઇ ગયા છે “છતાં પાછું આપો” કહેનાર પણ કોઇ નથી.

ચર્મિયા 37:15

તેમણે તેને ચાબુક મરાવી તેને મંત્રી યહોનાથાનના ઘરમાં કેદ પૂરી દીધો.

Interlinear

Choose Theme