પછી તેણે યૂસફને પોતાના પછીના ઉત્તમ રથમાં બેસાડીને ફેરવ્યો. લોકોએ તેની આગળ દયા પોકારી: ‘વંદન હો’ એવી છડી પોકારી. ફારુને આ રીતે યૂસફને આખા મિસર દેશનો શાસનકર્તા બનાવ્યો.
Cross references
મિસર દેશનો શાસનકર્તા યુસફ હતો. દેશના તમાંમ લોકોને તે જ અનાજ વેચાતું આપતો હતો; તેથી યૂસફના ભાઈઓએ તેમની સામે આવીને ભોય લગી મસ્તક નમાંવીને સાષ્ટાંગ પ્રણામ કર્યા.
તેમણે કહ્યું, “જે માંણસ તે દેશનો શાસનકર્તા છે તેણે અમાંરી સાથે કડકાઈથી વાત કરી અને અમને કઠોર વેણ કહ્યાં, ને અમને દેશના જાસૂસ ગણ્યા.
“તે પછી એ માંણસે તે પ્રદેશના શાસનકર્તાએ અમને કહ્યું, ‘જો તમે હું કહું તેમ કરશો, તો હું જાણીશ કે, તમે પ્રામાંણિક છો, તમાંરામાંના એકને માંરી પાસે રહેવા દો અને બાકીના તમે પાછા જઇ શકો અને તમાંરા ભૂખે મરતા કુટુંબ માંટે અનાજ લઈ જાઓ.
એ માંટે મને અહીં મોકલનાર દેવ છે, તમે નથી; અને તેણે જ મને ફારુનના પિતા સમાંન અને તેના આખા ઘરનો વહીવટદાર તથા આખા મિસરનો શાસનકર્તા બનાવ્યો છે.”
અને તેઓએ તેને કહ્યું, “યૂસફ હજુ જીવે છે, અને સમગ્ર મિસરનો તે શાસનકર્તા છે.”આ સાંભળીને યાકૂબ તો સ્તબ્ધ થઈ ગયો. તેને ગળે એ વાત ન ઉતરી.
તેમના ઘણા મોટા સમૂહમાં રથો અને ઘોડેસવારો પણ સાથે હતા.
અને રાજાની આજ્ઞાથી રાજાના બધા સેવકો રાજાના દરવાજે હામાનને નીચા નમીને પ્રણામ કરવા લાગ્યા; પરંતુ મોર્દખાયે તેમ કર્યુ નહિ અને માન આપવાની ના પાડી.
તેને માટે રાજા પોતે પહેરતા હોય તે પોશાક મંગાવે અને રાજા પોતે જેના પર સવારી કરતા હોય તે, ઘોડો મંગાવી તેનું માથું રાજમુગટથી શણગારો;
આ યુવાન જેલમાંથી મુકત થઇને રાજા બની શકે છે. અથવા તે દરિદ્રી પરિવારમાં જન્મ્યો હોય તો પણ રાજા થઇ શકે છે.
પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો, કિમતી ભેટો આપી અને સમગ્ર બાબિલના પ્રાંતના વહીવટકર્તા તરીકે નીમ્યો. તેમજ સર્વ જ્ઞાની માણસોના ઉપરી તરીકે નિમણુંક કરી.
યૂસફને ત્યાં ઘણી મુશ્કેલીઓ હતી. પણ દેવે તેને તે બધી મુશ્કેલીઓમાંથી બચાવ્યો. ફારુંન મિસરનો રાજા હતો. તેને યૂસફ ગમતો અને તેને માન આપતો કારણ કે દેવે યૂસફને ડહાપણ આપ્યું. ફારુંને યૂસફને મિસરનો અધિકાર બનાવી જવાબદારી સોંપી. અને ફારુંનના મહેલના તમામ લોકો પર શાસન કરવાની જવાબદારી સોંપી.
દેવે આ કર્યું કારણ કે આકાશમાં, પૃથ્વીમાં કે પાતાળમાં સ્થિત દરેક વ્યક્તિ ઈસુના નામે ઘૂંટણે પડીને નમે તેવી દેવની ઈચ્છા હતી.