પછી તેણે યૂસફને પકડીને જેલમાં પૂરી દીધો. જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરાતા હતા. આમ તે ત્યાં કેદખાનામાં રહ્યો.
Cross references
આ બધું થયા પછી એમ બન્યું કે, મિસરના રાજાના પાત્રવાહકે તથા ભઠિયારાએ તેમના માંલિક મિસરના રાજાનો અપરાધ કર્યો.
અને તેણે તેઓને કેદખાનામાં નાખ્યાં, તે એ કેદખાનું હતું જેના માંટે ફારુનના રક્ષકોનો અમલદાર પોટીફાર અધિકારી હતો, ત્યાં યૂસફ કેદ હતો.
અહીંયા હિબ્રૂઓના દેશમાંથી માંરી ઇચ્છા વિરુધ્ધ લાવવામાં આવ્યો છે. મેં અહીં એવું કશુંય ખોટું કર્યુ નથી જેને કારણે મને કારાગૃહમાં નાખવો પડે.”
ત્યારે મુખ્ય પાત્રવાહકએ ફારુનને કહ્યું, “આજે મને માંરો ગુનો યાદ આવે છે.
તમારા માણસો વિરુદ્ધ કોપ તમારી ખચીત પ્રશંસા કરાવશે; અને તમારો જે કોપ બાકી રહ્યો તે તમે તમારી કમરે બાંધશો.
બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી, અને તેઓએ લોખંડનો પટ્ટો તેના ગળે બાંધ્યો.
તેને જુલમથી પકડવામાં આવ્યો, ને તેનો ન્યાય તોળીને તેને લઇ ગયા, તેનું શું થયું તેનો વિચાર સરખો કોઇએ કર્યો નહિ, જીવતાં માણસોની દુનિયામાંથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો, મારા લોકોના ગુનાઓ માટે તેને ઘાયલ કરી નાખવામાં આવ્યો.
તેથી તેઓએ પહેરણ, પાઘડી અને બીજા વસ્ત્રો સાથે તેઓને દોરડાં વડે સખત બાંધ્યાં અને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દીધા.
9કારણ કે એ સુવાર્તા હું કહેતો ફરું છું. તેથી હું ગુનેગારની જેમ દુ:ખ સહન કરું એમ મને ગુનેગાર વ્યક્તિની જેમ સાંકળોથી પણ બાંધી રાખ્યો છે. પરંતુ દેવનો ઉપદેશ કઈ બંધનમાં નથી.
પોતે કશુજ ખરાબ ન કર્યુ હોય છતાં કોઇ વ્યક્તિને દુ:ખ સહન કરવું પડે. તો તે વ્યક્તિ દેવનો વિચાર કરીને દુ:ખ સહન કરે તો તેનાથી દેવને આનંદ થાય છે.