તે ઓળખ્યો, ને કહ્યું, “આ તો માંરા પુત્રનો ઝભ્ભો છે; કોઈ જંગલી પશુએ તેને ફાડી ખાધો છે; જરૂર યૂસફને ફાડી ખાધો છે.”
Cross references
ચાલો તક મળતાં આપણે તેને માંરી નાખીએ અને કોઈ હવડ કૂવામાં નાખી દઈએ. અને આપણે આપણા પિતાને કહીશું કે, તેને કોઈ જંગલી જાનવર ખાઈ ગયું છે. પછી આપણે જોઈશું કે, એના સ્વપ્નોનું શું થાય છે?”
અને તેઓમાંનો એક ગયો ત્યારે મેં કહ્યું કે, ‘જરૂર એને કોઈ જંગલી પ્રાણીએ ફાડી ખાધો હશે. અને ત્યાર પછી આજપર્યંત મેં તેને ફરી જોયો નથી.
પછી ઇસ્રાએલે કહ્યું, “મને તો સ્વપ્નમાંય ખબર નહોતી કે, હું તારું મોઢું જોઈ શકીશ. પરંતુ દેવે તો મને તારાં સંતાનોનાં મુખ પણ બતાવ્યાં.”
અને યહૂદાના એ દેવના માંણસે પોતાની મુસાફરી શરૂ કરી, અને એ રસ્તામાં જતો હતો ત્યારે એક સિંહે ત્યાં આવીને તેને માંરી નાખ્યો. તેનું શબ ત્યાં રસ્તામાં પડયું હતું, અને ગધેડો તથા સિંહ તેની બાજુ પર ઊભા હતા.
એલિશાએ પાછળ ફરી તેમને જોયાં, અને યહોવાના નામે તેમને શ્રાપ આપ્યો, તે જ વખતે જંગલમાંથી બે રીંછડીઓ આવી અને બેંતાળીસ બાળકોને રહેંસી નાખ્યા.
જ્ઞાની માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ જોઇ જોઇને પગ મૂકે છે.
ઈસુએ ઉત્તર આપ્યો, “હમણા હું શું કરું છું તે તું જાણતો નથી. પરંતુ પાછળથી તું સમજી શકીશ.”