Home Bibles ઊત્પત્તિ 34:26 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 34:26 · ગુજરાતી બાઇબલ

દીનાહના ભાઈ શિમયોન અને લેવીએ હમોર અને તેના પુત્ર શખેમને માંરી નાખ્યા. તેઓએ શખેમના ઘરમાંથી દીનાહને બહાર આણી અને તેને લઈને ચાલ્યા ગયા.

Cross references

પુનર્નિયમ 32:42

માંરા બાણો માંરા દુશ્મનોનું લોહી પીશે, અને માંરી તરવાર જેઓને માંરી નાખવામાં આવ્યાં છે, તે તથા કેદીઓના માંસની મિજબાની કરશે. તે તેઓના આગેવાનોના માંથા કાપી નાખશે.’

2 શમએલ 2:26

આબ્નેરે યોઆબને બૂમ પાડીને કહ્યું, “શું આપણે હંમેશા લડતા રહી અને એકબીજાને માંરી નાખવાના છે? તમે જરુર જાણો છો કે આનો અંત દુ:ખમાં જ આવશે. આ લોકોને પોતાના ભાઈઓનો પીછો છોડી દેવાનું કહે.”

યશાયા 31:8

માણસની નહિ એવી તરવારથી આશ્શૂરનું પતન થશે, માણસની નહિ હોય તેવી તરવારથી તેનો સંહાર થશે. તે રણસંગ્રામમાંથી ભાગી જશે, અને તેના જુવાનજોધ યોદ્ધાઓને મજૂરીએ વળગાળવામાં આવશે; 9તેનો રાજા ભયને લીધે ભાગી જશે અને તેના સરદારો એવા તો બીશે કે ધ્વજને છોડીને નાસી જશે.

Interlinear

Choose Theme