જયારે એસાવે નજર ઊંચી કરીને સ્ત્રીઓ અને બાળકોને જોયા ત્યારે તેણે પૂછયું, “તારી સાથે આ બધાં કોણ છે?”યાકૂબે જવાબ આપ્યો, “આ એ બાળકો છે જે મને દેવની કૃપાથી પ્રાપ્ત થયા છે. દેવ માંરા પ્રત્યે દયાળુ રહ્યાં છે.”
Cross references
યાકૂબ રાહેલ પર ક્રોધે ભરાયો, તેણે કહ્યું, “હું દેવ નથી, તને માંતા બનવાથી વંચિત રાખનાર તો એ જ છે.”
એટલે યૂસફે કહ્યું, “એ તો માંરા પુત્રો છે, જે દેવે મને અહીં આપ્યાં છે.”ઇસ્રાએલે કહ્યું, “એમને માંરી પાસે લાવ, જેથી હું એમને આશીર્વાદ આપું.”
તેથી બોઆઝ રૂથને પરણ્યો, ને તે તેેતી પત્નિ થઇ. તે તેની પાસે ગયો, અને યહોવાની કૃપાથી તે સગર્ભા બની અને એક પુત્રનો પ્રસવ થયો.
મેં આ બાળક મેળવવા માંટે પ્રાર્થના કરી અને યહોવાએ માંરી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે.
અને મારા બધા પુત્રોમાંથી-કારણ, યહોવાએ મને ઘણા પુત્રો આપ્યા છે- યહોવાના રાજ્ય સમાન ઇસ્રાએલની રાજગાદી પર બેસવા માટે સુલેમાનને પસંદ કર્યો.
બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે. તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.
હું અને મારા સંતાનો, જે મને યહોવાએ આપ્યા છે, સૈન્યોનો દેવ યહોવાની એંધાણીઓ છીએ, જેઓ સિયોન પર્વત પર વસે છે.
તે એમ પણ કહે છે, “હું દેવ પર ભરોસો રાખીશ” યશાયા 8:17 અને તે કહે છે, “દેવે મને આપેલા બાળકો અને હું અહીંયા છીએ.” યશાયા 8:18