યાકૂબને એમ પણ થયું કે, લાબાન હવે પહેલાની જેમ મીઠો પ્રેમભાવ રાખતો નથી.
Cross references
પરંતુ યહોવાએ કાઈન તથા તેના અર્પણનો અસ્વીકાર કર્યો તેથી કાઈન ખૂબ ગુસ્સે થયો અને દુ:ખી થયો.
લાબાને તેને કહ્યું, “મને થોડું કહેવા દે, મને અનુભવ થયો છે કે, તારા કારણે યહોવાએ માંરા પર કૃપા કરી છે.
પરંતુ મૂસાએ યહોવાને કહ્યું, “હે યહોવા, હું સાચું કહું છું કે, હું કંઈ સારો વક્તા નથી. હું લોકો સાથે કુશળતાપૂર્વક વાત કરવાને યોગ્ય નથી. અને હવે તમાંરી સાથે વાતચીત કર્યા પછી પણ, હું કુશળ વક્તા નથી. તમને ખબર છે કે બોલવામાં હું મંદ છું અને ઉત્તમ શબ્દોનો પ્રયોગ કરી શક્તો નથી.
“જો કોઈ વ્યકિત બીજી વ્યકિતને અજાણતા અથવા, પહેલાંના કોઈ વેર વગર, માંરી નાખે અને પછી આમાંના કોઇ એક શહેરમાં આશ્રય લે તો તેનો જીવ બચી રહે,
“તમાંરામાંનો અતિ કોમળ હૃદયનો નમ્ર વ્યકિત પણ તેના ભાઈ પ્રત્યે, વહાલી પત્ની પ્રત્યે અને હજીયે જીવતાં રહેલાં તેનાં સંતાનો પ્રત્યે નિષ્ઠુર બનશે.
તે દિવસથી શાઉલ રાજા દાઉદને ઇર્ષ્યાની દૃષ્ટિથી જોવા લાગ્યો.
યોનાથાને દાઉદને બોલાવીને આ બધી વાત કહી સંભળાવી. પછી તેને શાઉલ પાસે લઈ ગયો. દાઉદ ફરી પહેલાંની માંફક રાજાની સેવા કરવા લાગ્યો.
આ સાંભળીને રાજા નબૂખાદનેસ્સારે શાદ્રાખ, મેશાખ અને અબેદનગો ઉપર ક્રોધે ભરાયો અને તેનો ચહેરો લાલચોળ થઇ ગયો. તેણે હુકમ કર્યો, “ભઠ્ઠીને હંમેશા ગરમ કરવામાં આવે તે કરતાં સાતગણી વધારે ગરમ કરો.”